ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં આજે એક પણ મોત નહીં, કુલ 279 પોઝિટિવ કેસ નોંધાયા - Corona's total case

દિવાળી બાદ કોરોનાની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી હતી પરંતુ સરકારના કરફ્યુના કડક આદેશોને ધ્યાનમાં લઇને રાજ્ય માં કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 279 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 283 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યોના રિકવરી રેટ 97.67 ટકા જેટલો નોંધાયો છે.

રાજ્યમાં આજે એક પણ મોત નહીં, કુલ 279 પોઝિટિવ કેસ નોંધાયા
રાજ્યમાં આજે એક પણ મોત નહીં, કુલ 279 પોઝિટિવ કેસ નોંધાયા

By

Published : Feb 13, 2021, 10:57 PM IST

  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 279 પોઝિટિવ કેસ
  • છેલ્લાં 24 કલાકમાં એક પણ મોત નહિ
  • કુલ 7,84,619 લોકોનું રસીકરણ કરાયું
  • રિકવરી રેટ 97.67 ટકા થયો

ગાંધીનગરઃ દિવાળી બાદ કોરોના ની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી હતી પરંતુ સરકારના કરફ્યુના કડક આદેશોને ધ્યાનમાં લઇને રાજ્ય માં કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે છેલ્લા 24 કલાકમાં કુલ 279 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 283 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે આ સાથે જ રાજ્યોના રિકવરી રેટ 97.67 ટકા જેટલો નોંધાયો છે.

4 જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નહિ

ગુજરાતમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 4 જિલ્લા જેવા કે, અમદાવાદ ગ્રામ્ય, બનાસકાંઠા, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયા નથી. ભરૂચ, જૂનાગઢ કોર્પોરેશન પાટણ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 1-1 કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં આજે એક પણ મોત નહીં, કુલ 279 પોઝિટિવ કેસ નોંધાયા

કેટલા લોકોનું થયું રસીકરણ પૂર્ણ

સજના આરોગ્ય વિભાગ દ્વારા આજે રસીકરણ બાબતે માહિતી આપવામાં આવી હતી. જેમાં 16 જાન્યુઆરીથી રસીકરણની કામગીરી રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. જેમાં આજે કુલ 630 કેન્દ્ર પર 17,008 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 7,84,619 લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

રાજ્યની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં આજની તારીખ સુધીમાં કુલ 1,763 જેટલા પોઝિટિવ કેસ છે. જેમાં 29 જેટલા દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યા છે અને 1,734 દર્દીઓની પરિસ્થિતિ સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,58,834 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 4400 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 60 કેસ નોંધાયા છે, ત્યારબાદ બરોડામાં 45 રાજકોટમાં 31 અને સુરતમાં 49 પોઝિટિવ કેસ નોંધાયા છે.

ABOUT THE AUTHOR

...view details