ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા આરોપીઓ પાસે તમામ વસ્તુ અને તમામ માહિતીના નિકાલ અને વધુ તપાસ માટે કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ ખોટ દ્વારા આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારે બીજા દિવસે જો મહત્વની વાત કરવામાં આવે તો પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ whatsapp અને સોશિયલ મીડિયાના માધ્યમથી પેપર લીક કર્યું હતું.
બિન સચિવાલય પેપર લીક કાંડ: તમામ આરોપીઓના મોબાઈલ FSL તપાસમાં મોકલાયા - ગાંધીનગર સમાચાર
ગાંધીનગર: ગયા નવેમ્બર માસમાં યોજાયેલી બિન સચિવાલય પરીક્ષાનુ પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. ત્યારે રાજ્ય સરકારે સીટની રચના કરીને પેપર રદ કરવાની જાહેરાત કરી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તમામ આરોપીઓના મોબાઈલ FSLમાં મોકલ્યા છે જેથી, ઊંડાણપૂર્વક તપાસ કરી શકાય.
તમામ મોબાઇલ પોલીસે FSLમાં વધુ તપાસ કરશે, જ્યારે પોલીસે આરોપીના સંપર્કમાં રહેલા લોકોની શોધખોળ શરૂ કરી કરી હતી. જ્યારે પરીક્ષા દરમિયાન 15 થી 17 નવેમ્બરના કોલ ડિટેલ્સ આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી આમ, પરીક્ષાના બે દિવસ પહેલા આરોપીના વધુ સંપર્કમાં હોય તેવા લોકોની તપાસ શરૂ કરવામાં આવી હતી. જ્યારે પરીક્ષાના દિવસે આરોપીનું લોકેશન શુ હતું, તેની તપાસ હાથ ધરી છે.
જયારે પોલીસ તપાસમાં અમદાવાદની MS પેપરનું એપીસેન્ટર હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા MS પબ્લિક સ્કૂલના 8 સંચાલકોનું નિવેદન લીધું છે.
પરીક્ષા લીક દરમિયાન સ્કૂલની ભૂમિકા મુદ્દે નિવેદન લેવાયા આવ્યા હતાં. આમ પોલીસે બે દિવસમાં 20 લોકોના નિવેદન લીધા છે.