ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં 1 ઓક્ટોબર 2019થી નોન જ્યુડીશ્યલ ફિઝીકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ

ગાંધીનગર: રાજ્યમાં નાગરિકોને સ્ટેમ્પ પેપર મેળવવામાં પડતી મુશ્કેલીઓ તથા સ્ટેમ્પ વેન્ડર મારફતે વેચાતા પરંપરાગત સ્ટેમ્પ પેપરની કૃત્રિમ અછત ઉભી કરી સ્ટેમ્પ વેન્ડરો દ્વારા વધુ કિંમત વસુલ કરી નાગરીકોને છેતરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેને ધ્યાને લઈ થોડા સમય પહેલાં જ રાજ્ય સરકારે ડિઝીટલ સ્ટેમ્પિંગની સુવિધાનો વ્યાપ વધારવા મહત્વનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને આગળ ધપાવતા રાજ્ય સરકારે વધુ એક નિર્ણય કરી 1 ઓક્ટોબર 2019થી રાજ્યભરમાં નોન જ્યુડીશ્યલ ફિઝીકલ સ્ટેમ્પ પેપરના ઉપયોગને બંધ કરી ફક્ત ડિજિટલ સ્ટેમ્પિંગની પધ્ધતિને અનુસરવા મહત્વનો નિર્ણય કર્યો છે.

patel

By

Published : Sep 16, 2019, 8:52 PM IST

Updated : Sep 17, 2019, 4:44 AM IST

આ બાબતે રાજ્યના મહેસુલપ્રધાન કૌશિક પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓને વધુ સરળ બનાવવા અનેકવિધ નવા આયામો હાથ ધર્યા છે. આ નિર્ણય પણ નાગરિકો માટે મહત્તવનો સાબિત થશે. જ્યારે નાગરિકોને 1 ઓક્ટોબર 2019થી ફિઝીકલ સ્ટેમ્પ સેવા બંધ થતા સ્ટેમ્પ મેળવવામાં કે સ્ટેમ્પ ડ્યુટીની ચૂકવણીમાં કોઇ તકલીફ ના પડે તે માટે ઇ-સ્ટેમ્પિંગની સુવિધાથી હવેથી શિડયુલ બેન્કો, કેન્દ્ર અને રાજય સરકારના નિયંત્રણ હેઠળની નાણાકીય સંસ્થાઓ કે એકમો, પોસ્ટ ઓફિસ ઉપરાંત લાયસન્સી સ્ટેમ્પ વેન્ડર, ચાર્ટર્ડ એકાઉટન્ટ, કંપની સેક્રેટરી, બંદર/ પોર્ટ ખાતેના સી&એફ એજન્ટ, ઇ-ગવર્નસ પ્લાન હેઠળ કાર્યરત કોમન સવિર્સ સેન્ટર, RBI રજીસ્ટર્ડ નોન બેન્કિંગ ફાઇનાન્સીયલ કંપનીઅને લાયસન્સી નોટરી પૈકી જે વ્યકિતઓ/ સંસ્થાઓ જે તે જિલ્લાની સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનની કચેરી ખાતે રજીસ્ટ્રેશન માટે અરજી કરી શકશે.

1 ઓક્ટોબર 2019થી નોન જ્યુડીશ્યલ ફિઝીકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ
ડિજિટલ સ્ટેમ્પિંગથી નાગરિકોને જ્યારે સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી કરવાની હોય ત્યારે ડિજિટલ સ્ટેમ્પિંગના ઓથોરાઈઝડ કેન્દ્રો પરથી જરૂરી રકમની સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી કરીને જરૂરી રકમનું ડિજિટલ સ્ટેમ્પ સર્ટીફીકેટ મેળવી શકશે. જેમાં પક્ષકારોના નામ ઉપરાંત દસ્તાવેજની વિગત તથા દસ્તાવેજની રકમ જેવી વિગતો પણ દર્શાવવામાં આવશે. ડિજિટલ સ્ટેમ્પ સર્ટીફીકેટ ધારણ કરનારા વ્યક્તિ દ્વારા સર્ટીફીકેટની ઓન લાઈન તેમજ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ ખરાઈ કરી શકાશે. જેથી સ્ટેમ્પ સર્ટીફીકેટની છેતરપિંડી કે ડુપ્લીકેશનનો કોઈ અવકાશ રહેશે નહીં.
Last Updated : Sep 17, 2019, 4:44 AM IST

ABOUT THE AUTHOR

...view details