ગાંધીનગર:ગુજરાતના ગોધરા કાંડ બધા થયેલા રમખાણો બાબતે BBC દ્વારા બે તબક્કાની ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કાની ડોક્યુમેન્ટરી 17 જાન્યુઆરી 2023 ના રોજ અને બીજા તબક્કાની ડોક્યુમેન્ટરી 24 જાન્યુઆરી 2023 ના રોજ રજૂ કરી હતી. જે અંતર્ગત વિધાનસભા ગૃહમાં BBC ડોક્યુમેન્ટરી વિરુદ્ધ બિન સરકારી સંકલ્પ રજૂ થયો હતો, આમ સમગ્ર દેશમાં ગુજરાત વિધાનસભા ગૃહમાં BBC ડોક્યુમેન્ટરીનો બિન સરકારી સંકલ્પ રજૂ થયો હતો. સંકલ્પ પત્ર દરમિયાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિત તમામ પ્રધાનો અને ભાજપના ધારાસભ્ય હાજર રહ્યા હતા.
અમુક NGO દ્વારા બદનામ કરવાનું કાવતરું:ગુજરાત વિધાનસભા ગૃહમાં ભાજપના ધારાસભ્ય વિપુલ પટેલે બીબીસી ડોક્યુમેન્ટરી બાબતે બિનસરકારી સંકલ્પ રજૂ કર્યો હતો જેમાં ભાજપના ધારાસભ્ય મનીષા વકીલે અંગ્રેજીમાં વ્યક્તવ્ય આપવાનું શરૂ કર્યું હતું અને નિવેદન આપ્યું હતું કે ગુજરાત અને ભારત દેશની વૈશ્વિક ઈમેજને ખરાબ કરવાનું કૃત્ય અમુક એનજીઓ દ્વારા બીબીસી મારફતે કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે પણ આ બાબતનો નિર્ણય આપ્યો છે સાથે જ તે સમયે રચાયેલી એસઆઇટી દ્વારા પણ રાજ્ય સરકારને ક્લીન ચિટ આપવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં FSL હોવા છતાં હૈદરાબાદમાં FSL રિપોર્ટ કરાવવામાં આવ્યા અને તેમાં ક્લીન ચિટ પ્રાપ્ત થઈ છે. આમ બીબીસી દ્વારા જે ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવી છે તે સંપૂર્ણપણે ખોટી છે જેથી બીબીસી વિરુદ્ધ કડક પગલાં લેવા જોઈએ.
મહારાષ્ટ્ર રાજસ્થાન સરકારની મદદ માંગી પણ ના મળી:ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે બીબીસી ડોક્યુમેન્ટરી બાબતે વિધાનસભામાં નિવેદન આપ્યું હતું કે બીબીસીએ મોદી પ્રશ્નાર્થ કરીને ડોક્યુમેન્ટરી બનાવી છે પરંતુ તેનો જવાબ એક જ છે 171 દેશ ભેગા કરવા હોય તો મોદી જ એક સોલ્યુશન છે જે વાત લોકો ભૂલી ગયા છે તેવા 20 વર્ષ જૂના વિષયને યાદ કરાવવાનો બીબીસી દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે.
ભારતને અસ્થિર કરવાનું ષડયંત્ર: આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ ભારતને અસ્થિર કરવા માટેનું આ ષડયંત્ર છે જ્યારે જે દિવસે ગોધરા કાંડ થયો ત્યારે કાર સેવકો અયોધ્યાના દર્શન કરીને આવતા હતા અને ફક્ત S6 અને S7 કોચમાં જ પેટ્રોલ છાંટીને તેમની હત્યા કરવામાં આવી બાળક અને સ્ત્રીઓને પણ છોડ્યા નહીં ત્યારે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ સહાયની જાહેરાત કર્યા બાદ આરોગ્યપ્રધાન અને ગૃહ પ્રધાનને લઈને ઘટના સ્થળે પહોંચ્યા અને તાત્કાલિક ધોરણે એક્શન પણ લેવડાવ્યા હતા. અમુક લોકો આ મુદ્દે રાજકીય રોટલા શેકે છે અને પરિસ્થિતિ ખરાબ થતા મહારાષ્ટ્ર તથા રાજસ્થાન સરકારની પણ મદદ માંગી હતી પરંતુ ત્યાંથી હોમગાર્ડના જવાનો પણ મળ્યા નહીં અને 72 કલાકે દિલ્હીથી જવાનોની મદદ મળી અને તેઓને એલીફ્ટ કરવામાં આવ્યા આમ મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનું 72 કલાકથી પરીક્ષા હતી અને તેઓ તેમાં પાસ થયા હતા.
બીબીસી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ:નરેન્દ્ર મોદી વર્ષ 2002 થી 2018 સુધી પોતાની જાતને સાબિત કરતા જ આવ્યા છે. આમ બીબીસી એક વિકસિત ગુજરાત અને ભારત નહીં પરંતુ ગરીબ ભારતને જ બતાવી રહ્યું છે ભૂતકાળમાં પણ બીબીસી વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા હતા ત્યારે હવે આ ઘટના મુદ્દે પણ તેમની વિરુદ્ધ પગલાં લેવામાં આવે તેવી વાત પણ અમૃત ઠાકરે કરી હતી.
હર્ષ સંઘવીએ તારીખો સાથે વિગતો આપી:રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ બીબીસી ડોક્યુમેન્ટરી બાબતે વિધાનસભા ગૃહમાન નિવેદન આપ્યું હતું તે વિપુલ પટેલ જે સંકલ્પના આવ્યા છે તેમને હું અને એક સાચા મુદ્દાઓ સાથે આ સભાગૃહમાં અમુક હકીકતો રજૂ કરીશ. બીબીસી દ્વારા જે ડોક્યુમેન્ટરી બહાર પાડવામાં આવી છે તેમાં ફક્ત નરેન્દ્ર મોદી વિરુદ્ધ નહીં પરંતુ દેશના 135 કરોડ ભારતીય નાગરિકો વિરોધ બનાવેલી આ ડોક્યુમેન્ટરી છે. જે વ્યક્તિએ ગુજરાત રાજ્ય માટે આ જ ગ્રુપમાં બેસીને અનેક મહત્વના નિર્ણય લીધા છે તેવા જ વ્યક્તિ વિરુદ્ધ BBC એ આવું ખોટો ડોક્યુમેન્ટરી રિલીઝ કરી છે.
સમગ્ર ઘટના બાબતે તારીખ પ્રમાણે ગૃહમાં જાણકારી આપવામાં આવી: