આ બાબાતે 3 વર્ષ સુધી આવી પરવાનગીઓમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. MSME એકમો 3 વર્ષ બાદ હવે આવી તમામ જરૂરી પરવાનગીઓ છ મહિનામાં મેળવી શકશે. CM રૂપાણીની અધ્યક્ષતાની કેબિનેટ બેઠકે કરેલા આ પરવાનગી મુક્તિને પરિણામે MSME એકમો ઝડપથી અને સરળતાથી પોતાનો ઉદ્યોગ સ્થાપી શકશે અને આવક મેળવી શકશે. આ હેતુથી રાજ્ય સરકારે MSME ઉદ્યોગોને નવી ગતિ આપવા માટે 'ધ ગુજરાત માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ફેસિલિટેશન ઓડિર્નન્સ-2019'ની જાહેરાત કરવાનો પણ નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારનો નિર્ણય: MSME એકમોની સ્થાપના-સંચાલન માટે 3 વર્ષ સુધી કોઈ મંજૂરી નહીં... - ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર
ગાંધીનગરઃ રાજ્યની સરકાર નાના અને મધ્યમ ઉદ્યોગોને વેગ મળે તે તરફ હાલ કામ કરી રહી છે, ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ગુરૂવારે રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં MSME (માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ) ઉદ્યોગો સ્થાપનાની સરળથા કરી આપતા ઐતિહાસિક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે. જે નિર્ણયો અનુસાર MSME એકમોની સ્થાપના અને સંચાલન માટે જરૂરી વિવિધ પ્રકારની મંજૂરીઓમાં છૂટછાટ આપવામાં આવી છે.
આ કેબિનેટમાં એમ પણ ઠરાવવમાં આવ્યું છે કે, રાજ્યમાં MSME એકમોની સ્થાપનામાં સહાય અને સહયોગ પૂરા પાડવા રાજ્ય કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ એમ બે નોડલ એજન્સીઓની રચના કરવામાં આવશે. રાજ્ય કક્ષાએ ઇન્વેસ્ટ ફેસિલિટેશન એજન્સી તથા જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર કાર્યરત થશે.
તે ઉપરાંત MSME એકમ સ્થાપવા માગતા તમામ વ્યક્તિ કે ઉદ્યોગકારે નિયત નમૂના અને પદ્ધતિ મુજબ રાજ્ય કક્ષાની નોડલ એજન્સી સમક્ષ ઉદ્યોગ એકમ સ્થાપવા અંગેનું 'ડેકલરેશન ઓફ ઇન્ટેટ' રજૂ કરવાનું રહેશે. આ અરજી મળ્યા બાદ તેની ચકાસણી કરીને સ્ટેટ લેવલ નોડલ એજન્સી એકનોલેજમેન્ટ સર્ટીફિકેટ આપશે. આવા સર્ટીફિકેટને મંજૂરી તરીકે માન્ય રાખી તે ઇશ્યુ થયાની તારીખથી 3 વર્ષ સુધી માન્ય ગણાશે અને આ 3 વર્ષ દરમિયાન અન્ય કોઇ પરવાનગી અપ્રુવલ લીધા વગર MSME ઉદ્યોગકાર ઉદ્યોગ-વ્યવસાય શરૂ કરી શકાશે. આ ત્રણ વર્ષની સમય મર્યાદા પૂર્ણ થયાના 6 મહિનામાં MSME એકમે જરૂરી પરવાનગીઓ મેળવી લેવી પડશે.