કૌશિક પટેલ જણાવ્યું હતું કે ‘ડિજિટલ ઈન્ડિયા’ તેમજ ‘ડિજિટલ ગુજરાત’ ના નિર્માણમાં આઈ.ટી./આઈ.ટી.ઈ.એસ. આઈ.ટી. એનેબલ્ડ સર્વિસીઝ ક્ષેત્રોનું અમૂલ્ય પ્રદાન છે. આ ક્ષેત્રોના પ્રદાનને ધ્યાનમાં લેતાં ગુજરાત સરકાર દ્વારા તેમને ઉદ્યોગનો દરજ્જો અપાયો છે.
આ નિર્ણયથી આઈ.ટી./આઈ.ટી.ઈ.એસ. ક્ષેત્રોના નિર્માણમાં પ્રગતિ થશે. રાજ્યમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓનો વ્યાપ વધે તે માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે. જેના પરિણામે આઈ.ટી./આઈ.ટી.ઈ.એસ. સેકટર, લોજીસ્ટીક સેક્ટર અને માઈનીંગ સેક્ટર ક્ષેત્રના ઉદ્યોગકારોને સરળતાથી બિનખેતી પ્રવૃત્તિની મંજૂરી મળી રહેશે.
આ ક્ષેત્રોને ‘ખરેખર ઔદ્યોગિક પ્રવૃત્તિ’ ગણી કોઈ ઉદ્યોગ ગૃહ/વ્યક્તિ/કંપની દ્વારા ખેતીની જમીન ખરીદવામાં આવે તો તેવા કિસ્સામાં તે ઉદ્યોગ ગૃહ/વ્યક્તિ/કંપનીની પ્રવૃત્તિને ‘બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીયલ પરપઝ’ ગણી ડીમ્ડ એન.એ. પરવાનગી આપવામાં આવશે. જેના પરિણામે ઉદ્યોગકારોને બિનખેતી પરવાનગી જે આગોતરી લેવી પડતી હતી. તેમાં સરળતા થવાથી તે પોતાનો ઉદ્યોગ ઝડપથી શરૂ કરી શકશે અને ઉદ્યોગ શરૂ કર્યાં બાદ ડીમ્ડ એન.એ. માટે કલેકટરશ્રીને અરજી કરી શકશે. આ ઉદ્યોગો બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીયલ પરપઝ ગણાશે. પરિણામે ઉદ્યોગો શરૂ કરવાના પ્રાથમિક તબક્કે વહીવટી સરળતા થવાથી ઉદ્યોગોની સ્થાપના ઝડપથી થશે અને રાજ્યમાં ઘરઆંગણે યુવાનોને રોજગારી મળતી થશે.
ખેતીની જમીન ખરીદી કરવા અને ખેતી માટે હવે કોઈ પરવાનગી લેવાની રહેશે નહીં: કૌશિક પટેલ તેમણે ઉમેર્યું કે, આ નિર્ણયથી કોઈ જમીનનો ઉપયોગ “ખરેખર ઔદ્યોગિક હેતુ” (બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીયલ પરપઝ) માટે કરવાનો હોય ત્યારે આવી જમીનના ઉપયોગના ૩૦ દિવસની અંદર કલેકટરને માત્ર જાણ કરવાની રહેશે. જેથી મહેસૂલી કાર્યો કરવામાં સરળતા, પારદર્શિતા તેમજ સમયની સુનિશ્ચિતતા જળવાશે.
પટેલે વધુ જાહેરાત કરતા જણાવ્યું હતું કે લોજિસ્ટિક સેકટર, માઇનિંગ સેકટર આઈ.ટી અને આઈ ટી બેઇઝ્ડ ઉધોગને બોનફાઇડ ઉધોગનો દરજ્જો આપવામાં આવ્યો જેમાં ઉધોગ શરૂ કર્યા બાદ તેની પરમિશન લઈ શકશે, ઉધોગકારો મજૂરી પહેલા બાંધકામ કરી શકશે. જ્યારે રાજ્યમાં લોજીસ્ટીક સેકટર, માઈનીંગ સેકટર તથા આઈ.ટી. અને આઈ.ટી. બેઈઝ્ડ ઉદ્યોગોનો વ્યાપ વધે અને યુવાનોને વ્યાપક રોજગારી મળી રહે તે માટે વિવિધ વિભાગો સાથે પરામર્શમાં રહીને આ ક્ષેત્રોને બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીઝ (ઉદ્યોગ)નો દરજ્જો આપવામાં આવ્યો છે.