નવા શૈક્ષણિક વર્ષથી કોઈપણ શાળા ફી નહીં વધારી શકે, યુનિવર્સિટીની પરીક્ષાનો આધાર યુજીસી પર : અશ્વિનીકુમાર - પરીક્ષા 2020
લૉક ડાઉનની પરિસ્થિતિમાં બધું જ થંભી ગયું છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓને લાગતી બાબતો મુદ્દે સરકાર દ્વારા રાજ્યના સ્કૂલ સંચાલકો સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્યની કોઈપણ ખાનગી શાળાઓ ફી વધારો નહી કરે તેવો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચીવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું.
નવા શૈક્ષણિક વર્ષથી કોઈપણ શાળા ફી નહીં વધારી શકે, યુનિવર્સિટીની પરીક્ષાનો આધાર યુજીસી પર : અશ્વિનીકુમાર
અમદાવાદઃ અશ્વિનીકુમારે વધુમાં જણાવ્યું હતું કે શાળા સંચાલકો સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સાથે બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યમાં એક પણ શાળાઓ ફી વધારો કરશે નહીં. સાથે જ લૉક ડાઉન પૂરૂં થયા પછી શાળાઓ ફીની વસુલાત માટે કોઇ ઉતાવળ નહી કરે એટલું જ નહીં, વાલીની આર્થિક સ્થિતિ અને અનુકૂળતા મુજબ જરૂર જણાયે ૬ મહિના સુધી ફી ભરવાની મર્યાદા વધારી આપવામાં આવશે.
Last Updated : Apr 13, 2020, 11:51 PM IST