સોશિયલ મીડિયા મારફતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના કોઈપણ વિભાગમાં ભ્રષ્ટાચાર થતો નથી. ત્યારે મહેસુલ વિભાગ કે જેની તમામ કામગીરી રાજ્ય સરકારે ઓનલાઇન કરી દીધી છે તે જમીનની માપણી હોય, જમીનનો સર્વે હોય કે જમીન ટ્રાન્સફર હોય અથવા તો ખેડૂતોને સાત-બારનો ઉતારો મેળવ્યો હોય તે તમામ પ્રકારની કામગીરી હવે ઓનલાઈન થઈ ગઈ છે. પછી ભલે તે રાજ્યની ચેકપોસ્ટો હોય કે આરટીઓનું ટ્રાન્સપોર્ટ વિભાગનું કામ હોય આ તમામ કામકાજ ઓનલાઈન થઈ રહ્યા છે. જેના લીધે ભ્રષ્ટાચારનું નામ નિશાન પૂર્ણ થયું છે.
રાજ્યમાં ભ્રષ્ટાચાર માટે કોઈ જગ્યા નથી: CM રૂપાણી - વિજય રૂપાણી ન્યૂઝ
ગાંધીનગરઃ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુરૂવારે સોશિયલ મીડિયા મારફતે રાજ્યની જનતાને યુવાનોને મેસેજ આપતા જણાવ્યું હતું કે, રાજ્યની કોઇપણ વિભાગમાં હવે ભ્રષ્ટાચારનું નામ નિશાન નથી. અગાઉ પણ એક જાન્યુઆરીના રોજ નવા વર્ષની શુભેચ્છા માટે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી સંદેશો આપ્યો હતો. ત્યાર બાદ હવે ભ્રષ્ટાચારનો જે મુદ્દો ખદબદી રહ્યો છે તેને લઈને પણ CM રૂપાણીએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, મહેસુલ ખાતામાં ઘણો સુધારો કરી દેવામાં આવ્યો છે. તમામ કામગીરી ઓનલાઇન કરી દેવામાં આવી છે. શિક્ષણની સ્થિતિમાં પણ સુધારો થયો છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ વિભાગની જે ચેકપોસ્ટ બંધ કરવામાં આવી છે તેનાથી ભ્રષ્ટાચારીઓની આવક પણ બંધ થઈ ગઈ હોવાનું રૂપાણીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આડકતરી રીતે સ્વીકાર્યું છે કે, રાજ્ય ટ્રાન્સપોર્ટ વિભાગમાં ખુબ જ ભ્રષ્ટાચાર થતો હતો. ભ્રષ્ટાચાર બંધ થવાના કારણે સરકારની આવકમાં પણ ૨૧ ટકાનો વધારો નોંધાયો હોવાનું CM રૂપાણીએ જણાવ્યું હતું.