રાજ્યભરમાં દસ ગામ દીઠ એક પશુ દવાખાનાની સેવાઓ માટે 235 કરોડની જોગવાઈ - પશુપાલકો બજેટ
નાણા પ્રધાન નીતિન પટેલે વિધાનસભામાં બજેટ રજૂ કર્યુ છે. જેમાં ખેડૂતો અને પશુપાલકો માટે અનેક પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે.
news
બજેટમાં પશુપાલકો માટે નીચેની જોગવાઈ કરવામાં આવી છે
- એક પશુના વિયાણ દરમિયાન એક માસ માટે કુલ ૧૫૦ કિલોગ્રામ પશુદાણની ખરીદી પર પ૦ ટકા રકમની સહાય આપવામાં આવશે
- રજિસ્ટર્ડ પાંજરાપોળોને અપગ્રેડ કરવા એક વખતની સહાયરૂપે ગાયો માટે શેડ, ઘાસચારાના સંગ્રહ માટે ગોડાઉન, પાણી માટે ટ્યુબવેલની સુવિધા, સોલાર રૂફ ટોપની સ્થાપના, ઘાસચારાના પ્લોટમાં માઈક્રો ઈરીગેશન , સ્ત્રીંકલર જેવી માળખાકીય સુવિધાઓનો લાભ આપવામાં આવશે. જેના માટે કુલ ૨૧૦૦ કરોડની જોગવાઇ
- પશુપાલકોને ડેરી ફાર્મ, પશુ એકમ અને બકરા એકમ સ્થાપવાની યોજનાઓ અંતર્ગત સહાય આપવા ૨૮૧ કરોડની જોગવાઇ
- રાજ્યભરમાં ૧૦ ગામ દીઠ એક પશુ દવાખાનાની સેવાઓ માટે ૨૩૫ કરોડની જોગવાઈ
-
હિંમતનગર નજીક રાજપુર નવા ખાતે નવીન વેટરનરી કોલેજ, મત્સ્યોદ્યોગ અનુસ્નાતક અભ્યાસ કેન્દ્ર, પશુ સારવાર સંસ્થાઓ અને ઘનિષ્ઠ પશુ સુધારણાની કચેરીઓના બાંધકામ તેમજ મરામત માટે ૪૩ કરોડની જોગવાઇ
- ગુજરાતની પ્રખ્યાત દેશી ગીર અને કાંકરેજ ગાયના સંવર્ધનની વિવિધ પ્રવૃતિઓ માટે ૨૩૨ કરોડની જોગવાઈ
- મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે ૨૭ કરોડની જોગવાઈ
- પશુપક્ષીઓની સારવાર માટે કરુણા એબ્યુલન્સ ૧૯૬૨ની સેવા ૩૧ શહેરોમાં શરૂ કરવામાં આવી છે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને મહેસાણા શહેરમાં આ સેવા સુદઢ કરવા કુલ ૧૩ કરોડની જોગવાઈ