નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે, હાલમાં નર્મદા યોજના આધારિત રોજનું 375 કરોડ લીટર પાણી રાજ્યમાં પૂરું પાડવામાં આવે છે. જે ગત વર્ષ કરતાં 50 કરોડ લીટર વધારે છે. ત્યારે નીતિન પટેલે કહ્યું કે, રાજ્યમાં જુલાઈ મહિના સુધી પીવાના પાણીની કોઇ સમસ્યા સર્જાશે નહીં.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે, મધ્યપ્રદેશના ઉપરવાસના ડેમમાંથી 0.35 મિલિયન એકર ફીટ જ તો છોડવાનું બાકી રહે છે. 29 એપ્રિલ સુધી 104.30 મીટર નર્મદા ડેમનું લેવલ હતું. જે IBPT ટનલ મારફતે પાણી લેવું પડતું હતું. તેની સરખામણીમાં ચાલુ વર્ષે એ પરિસ્થિતિ ખૂબ જ સારી છે. ગત વર્ષે કુલ 5.41 MF પાણીનો વપરાશ થયેલો હતો. જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધી 6.09 મિલિયન એકર ફીટ પાણી આપવામાં આવ્યું છે. જેમાં 1.04 મિલિયન એકર ફીટ પાણી, રવિ સિંચાઇમાં 3.20 મિલિયન એકર ફીટ પાણી આપવામાં આવ્યું છે. રાજ્યમાં નર્મદા આધારિત 8911 ગામ, 165 શહેર અને 6 મહાનગરપાલિકાઓમાં પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે દરરોજ 375 કરોડ લીટર પાણી પૂરું પડાઇ રહ્યું છે.
નર્મદા ડેમમાં હાલમાં પાણીનો જથ્થો 119.50 મીટર છે. જેમાં 0.35 મિલિયન એકર જેટલું પાણી હજુ પણ મધ્યપ્રદેશ પાસેથી લેવાનું નીકળે છે. કચ્છ અને પોરબંદરમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે હાલમાં 62 તાલુકાના 258 ગામ સહિત 521 રહેણાક વિસ્તારમાં 361 ટેન્કર મારફતે પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવનગર બોટાદ ખાતે નર્મદાનું પંપીંગ સ્ટેશન છે. ત્યાંથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, જ્યારે કચ્છ વિસ્તારમાં દરરોજનું 13 કરોડ લીટર પાણી પૂરું પાડવામાં આવે છે.
ઉકાઈ યોજના મારફતે દક્ષિણ ગુજરાતમાં પાણી આપવામાં આવી રહ્યું છે. જ્યારે નર્મદા નહેરમાંથી 509 તળાવમાં સુજલામ સુફલામ યોજના મારફતે પશુઓ માટે પાણી પૂરું પાડવામાં આવે છે, ત્યારે પીવાના પાણી માટે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.