ગુજરાત

gujarat

ETV Bharat / state

BJP Campaign: નીતિન પટેલને રાજસ્થાન અને માંડવિયાને છત્તીસગઢની જવાબદારી, સહપ્રભારી બનાવાયા -

આ વર્ષના અંતમાં હરિયાણા સહિત પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. જેની તૈયારીઓના ભાગ રૂપે ભાજપ એક્શન મોડ પર આવી ગઈ છે. ભાજપે શુક્રવારે રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને તેલંગણા એમ ચાર રાજ્યમાં પ્રભારી અને સહ પ્રભારની નિયુક્તી કરી હતી. આ યાદીમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને પાડોશી રાજ્ય રાજસ્થાનની જવાબદારી સોંપવામાં આવી છે.

BJP Campaign: નીતિન પટેલને રાજસ્થાન અને માંડવિયાને છત્તીસગઢની જવાબદારી, સહપ્રભારી બનાવાયા
BJP Campaign: નીતિન પટેલને રાજસ્થાન અને માંડવિયાને છત્તીસગઢની જવાબદારી, સહપ્રભારી બનાવાયા

By

Published : Jul 8, 2023, 9:17 AM IST

Updated : Jul 8, 2023, 11:25 AM IST

ગાંધીનગરઃ નીતિન પટેલને રાજસ્થાન ભાજપના સહ પ્રભારી બનાવી દેવામાં આવ્યા છે. જ્યારે કેન્દ્રીય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયાને છત્તીસગઢ રાજ્યના સહપ્રભારી તરીકે પસંદ કરાયા છે. બન્ને ગુજરાતી નેતાઓને હિન્દી રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે. નીતિન પટેલને તો એ પહેલાથી જ ઉત્તરાખંડ, યુપી એમ બે રાજ્યની જવાબદારી સોંપાઈ છે.

મોટું સમીકરણઃઆ બંન્ને રાજ્યમાં તેઓ પ્રભારી પદે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીને રાજસ્થાન ભાજપના ચૂંટણી પ્રભારી બનાવ્યા છે. હરિયાણાના કુલદિપ બિશ્નોઈને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં સહપ્રભારી ઓમ પ્રકાશ માથુર સાથે સહ પ્રભાર પણ સોંપવામાં આવ્યો છે. આ નિર્ણયને એક મોટા સમીકરણ તરીકે જોવામાં આવે છે. મધ્ય પ્રદેશમાં ભૂપેન્દ્ર યાદવ અને માંડવિયાને જવાબદારી સોંપવામાં આવી છે. માંડવિયા મધ્યપ્રદેશ ભાજપના પણ સહ-પ્રભારી પદે છે.

દક્ષિણમાં ડગ ભરાશેઃકર્ણાટકમાં મોટી પછડાટ લાગ્યા બાદ ભાજપ કોઈ પણ કાળે તેલંગણામાં કમળ ખીલવવા માગે છે. આ માટે ભાજપે પ્રકાશ જાવડેકર અને સુનિલ બંસલને જવાબદારી સોંપી છે. જોકે, આ પ્રદેશ ભાજપ માટે નવો છે. કારણ કે અત્યાર સુધી અહીં સ્થાનિક પાર્ટીઓનો દબદબો યથાવત રહ્યો છે. બીજી બાજું તેલંગણામાં મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવ પણ યુદ્ધના ધોરણે પ્રચારમાં ઊતર્યા છે.

રાજ્યસભાના ઉમેદવારો પર નજરઃદિલ્હીમાં આવેલા ભાજપના મુખ્યાલયમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જુદા જુદા મુદ્દાઓને ધ્યાને લઈને એક સમીક્ષા બેઠક પર કરી હતી. શુક્રવારે સી.આર. પાટીલ પણ આ બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે કોનું નામ જાહેર કરવામાં આવે છે એના પર સૌની નજર રહેલી છે. રાજ્યમાંથી કેટલાક ઉમેદવારનું લીસ્ટ હાઈકમાન્ડને સોંપવામાં આવ્યું છે. રાજ્યસભાની ચૂંટણી માટે સોમવારે ફાઈનલ લીસ્ટ જાહેર થાય એવી પૂરી શક્યતાઓ છે.

  1. U20 Summit: દેશ-વિદેશના ડેલિગેટ્સે ગાંધી આશ્રમની મુલાકાત લીધી
  2. Ahmedabad Rain: અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સમી સાંજે વરસાદ વરસતા ઉકરાટથી રાહત, ઠેર ઠેર સર્જાયો ટ્રાફિક જામ
Last Updated : Jul 8, 2023, 11:25 AM IST

For All Latest Updates

TAGGED:

BJP Campaign

ABOUT THE AUTHOR

...view details