ગુજરાત

gujarat

ETV Bharat / state

નીતિન પટેલે નાગરિકતા બિલના વિરોધ અંગે આપ્યું નિવેદન - Nitin Patel made a statement on citizenship bill

ગાંધીનગરઃ દેશભરમાં નાગરિકતાં બિલનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન દિવસેને દિવસે વધુ હિંસક બની રહ્યું છે. જે અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, 'અસમાજિક તત્વો દેશમાં અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. પરંતુ તે સફળ થશે નહીં'

નીતિન પટેલ
નીતિન પટેલ

By

Published : Dec 20, 2019, 3:25 PM IST

Updated : Dec 20, 2019, 10:10 PM IST

અમદાવાદ થયેલાં નાગરિકતા બિલ વિરોધ પ્રદર્શનમાં પોલીસ પર હુમલો થયો હતો. તેમજ પથ્થમારો કરાયો હતો. જેમાં અનેક પોલીસકર્મી સહિત લોકો મોટી સંખ્યામાં ઘાયલ થયા હતાં. આ સમગ્ર ઘટના પર કાબૂ મેળવવા માટે પોલીસ દ્વારા સંવેદશીલ વિસ્તારમાં પેટ્રોલીંગ ગોઠવવામાં આવ્યું હતું. તેમજ અસમાજિક તત્વોની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ સિમેન્ટની થેલીમાં પથ્થર હોવાનું એક વીડિયોમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યું હતું.

નીતિન પટેલે નાગરિકતા બિલના વિરોધ અંગે આપ્યું નિવેદન

આ ઘટના અંગે વાત કરતાં નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, "લોકો અમદાવાદ અને રાજ્યમાં શાંતિ ન ઈચ્છતા લોકોએ આ તોફાન કરાવ્યા હોવાનું જણાય છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. કાવતરાખોરોની પોલીસે રાત્રે જ ધરપકડ કરી છે. કેટલાંક લોકોએ આ ઘટનાને ભડકાવવાની પ્રયત્ન કર્યો હતો. તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."

આ ઉપરાંત વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ટ્વીટ અંગે નિતીન પટેલે નિવેદન આપ્યું હતું કે," ગુજરાતની શાંતિ તો આ લોકોને ગમતી નથી. ઉશ્કેરણી કરનારા લોકો ક્યાં ફરે છે તે સૌ કોઈ જાણે છે. તોફાની તત્વોને છાવરવા માગતા હોય તો તેઓ સફળ થવાના નથી."

ઉલ્લેખનીય છે કે, હાલ અમદાવાદમાં સામાન્ય પરિસ્થિતિ છે. પરંતુ ગુરૂવાર રાત્રે હુમલો થયો હોવાની અફવાના કારણે વાતવરણ ડહોળાયું હતું. તેમજ પોલીસ પર પથ્થમારો થયો હતો.

Last Updated : Dec 20, 2019, 10:10 PM IST

ABOUT THE AUTHOR

...view details