ગુજરાત

gujarat

ETV Bharat / state

15મી વિધાનસભા સંપૂર્ણ પેપરલેસ, ટેબલેટ રાખીને ગૃહની માહિતી અપાશે - Paperless Budget Gujarat Assembly

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (Finance minister nirmala Sitharaman) લોકસભામાં વર્ષ 2020-21 માં પેપર લેસ બજેટની શરૂઆત કરી હતી. તાત્કાલિક ધોરણે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે  ગુજરાત વિધાનસભામાં (Paperless Budget Gujarat Assembly) પેપર લિસ્ટ બજેટ રજૂ કર્યું હતું. હવે ગુજરાત વિધાનસભાની 15 મી વિધાનસભા સંપૂર્ણ પેપર લેસ રહેશે. જ્યારે 15 મી વિધાનસભા સત્રની શરૂઆત થશે ત્યારે પેપર લેસ વિધાનસભાની સત્તાવાર જાહેરાત કરીને ગૃહમાં જ લોન્ચિંગ કરવામાં આવશે.

15મી વિધાનસભા સંપૂર્ણ પેપરલેસ, ટેબલેટ રાખીને ગૃહની માહિતી અપાશે
15મી વિધાનસભા સંપૂર્ણ પેપરલેસ, ટેબલેટ રાખીને ગૃહની માહિતી અપાશે

By

Published : Sep 23, 2022, 9:55 PM IST

ગાંધીનગરઃગુજરાત વિધાનસભાં આ વખતે પણ પેપરલેસ બજેટરજૂ થવાની વાત વિધાનસભાના (Gujarat Assembly Election) અધ્યક્ષે કરી હતી. આ સાથે તેમણે સમગ્ર પ્રોસેસ અંગે પણ છણાવટ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્યએ મીડિયા સાથેની વાતચિત કરતા જણાવ્યું હતું કે ડિજિટલનો (Paperless Budget Gujarat Assembly) સમય આવ્યો છે. આવનારી 15 મી વિધાનસભા ડિજિટલ વિધાનસભા રહેશે. જ્યારે વિધાનસભા ગૃહમાં તમામ ધારાસભ્યોને એક પણ પેપર આપવામાં આવશે.

તમામ વસ્તુ ડિજિટલઃ તમામ ડિજિટલ રીતે મેનેજ કરવામાં આવશે ઉપરાંત તમામ પ્રશ્નોત્તરી, બિલ, ઓર્ડર ઓફ ધ ડે અને તમામ કાર્યવાહી પેપર લેસ કરવામાં આવશે. જ્યારે તમામ ધારાસભ્યોના બેઠક વ્યવસ્થાના ટેબલ પર ટેબલેટ મૂકી દેવામાં આવશે. જેમાં એક સિક્યુર આઈ.ડી. અને પાસવર્ડ ધારાસભ્યોને આપવામાં આવશે. જેથી કોઈ પણ પ્રકાર ની અવ્યવસ્થા પણ સર્જાશે નહીં. 80 લાખ ટન પેપર બચત પણ થશે. પેપર લેસ વિધાનસભાની કાર્યવાહી તમામ પેપર લેસ થઈ જશે.

એક ક્લિકમાં માહિતીઃ આમ તમામ ધારાસભ્યોને તમામ માહિતી, અન્ય વિભાગ ની માહિતી પણ ફક્ત એક ક્લિકમાં જોવા મળશે. આમ 14 મી વિધાનસભા આ પેપરલેસ બજેટ રજૂ થતા 14 લાખ ટન પેપરની બચત થઈ હતી. વિધાનસભા અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યએ પોતાના ભૂતકાળના સંસ્મરણો યાદ કર્યા હતા. મારે 1 વર્ષ વિધાનસભાના અધ્યક્ષ તરીકે 27 તારીખે પૂર્ણ થશે. ગઈકાલે અંતિમ સત્ર પૂર્ણ થયું છે, 1990 માં મહિલાઓ માટે મેં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ગાયનેકોલોજિસ્ટ તરીકે મેં કામ શરૂ કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details