કલેકટરે કહ્યું કે, ગ્રામજનો દ્વારા શિક્ષણ, પાણી, રસ્તા, વીજળી, બસ અને અન્ય સુવિઘા અંગેના જે પ્રશ્નો રજૂ કરવામાં આવે છે. તે શિક્ષણ દ્વારા મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ આવી જશે.બાળકોના અભ્યાસ માટે બસના રૂટની યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટે પણ સંબંઘિત અઘિકારીને ભારપૂર્વક જણાવ્યું હતું. તેમજ કોઝ-વે બાંઘવા માટે પણ સંબંઘિત અઘિકારીને આગળની કાર્યવાહી કરવા માટે પણ જણાવ્યું હતું.
કલેકટરે શાળામાં શિક્ષકની ઘટ અંગેના પ્રશ્નમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં નવી ભરતી થતા ઘટ ભરાઇ જશે. તેમજ આઘારકાર્ડ માટેના પ્રશ્નનોને હલ કરવા માટે દહેગામ મામલતદારને જણાવ્યું હતું કે, મામલતદાર કચેરીમાં એક આઘારકાર્ડ કઢાવવા માટે એક બુકીંગ સરળતાથી મળી રહે તે માટે એક સંપર્ક નંબર ચાલું કરવો. જેથી અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો એક ફોન કરે ત્યારે તમને કંઇ તારીખે કયા સ્થળે આઘારકાર્ડ કાઢી આપવામાં આવશે, તેની પણ જાણ કરી શકાય તે પ્રકારની સુચારું વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપી હતી. તેમણે ઇ-ગ્રામ સેવા માટે તાત્કાલીક નેટ કનેકશન સરળતાથી મળી રહે તે માટે મોર્ડન બદલી નાખવા પણ જણાવ્યું હતું. તે ઉપરાંત તેમણે સાચા અર્થમાં ગ્રામસભા સાર્થક થયાનો સંતોષ વ્યકત કર્યો હતો.