ગુજરાત

gujarat

ETV Bharat / state

15 માર્ચ સુધી રાત્રી કર્ફ્યુ યથાવત, રાજ્યના બોર્ડર વિસ્તારમાં સ્ક્રિનિંગ કામગીરી પુરજોશમાં - કોવેક્સિન રસી

આગામી 1લી માર્ચ, 2021ના રોજથી 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને 45થી 59 વર્ષ ઉંમરના ગંભીર રોગો વાળા નાગરિકોને રસી આપવામાં આવશે. કોરોના સંક્રમણ અટકાવવા ઘનિષ્ટ સર્વેલન્સ કામગીરી તેમજ બોર્ડર એરીયા પર સ્ક્રિનિંગ કરાશે.

15 માર્ચ સુધી રાત્રી કર્ફ્યુ યથાવત
15 માર્ચ સુધી રાત્રી કર્ફ્યુ યથાવત

By

Published : Feb 27, 2021, 6:59 AM IST

  • કોરોનાના કેસોમાં વધારાને ધ્યાને લઈને લેવાયો મહત્વનો નિર્ણય
  • ચાર મહાનગરપાલિકામાં રાત્રિ કર્ફ્યુ 15 દિવસ માટે લંબાવાયો
  • રાજ્યમાં સર્વેલન્સ અને ધન્વંતરી રથની કામગીરી સઘન કરાશે

ગાંધીનગર: રાજયમાં કોરોનાના વધતા જતા કેસોને નિયંત્રણમાં લેવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે સંક્રમણને રોકવા માટે રાજ્યના ચાર મહાનગરપાલિકામાં કેસોમાં વધારો ધ્યાને લેતા રાત્રિ કર્ફ્યુ 15 દિવસ માટે લંબાવવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે. શનિવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના અધ્યક્ષે યોજાયેલ કોર કમિટીની બેઠકમાં લેવાયેલ મહત્વના નિર્ણયોની વિગતો આપતા રાજયના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યુ હતું કે, કોરોનાના સંક્રમણને રોકવા માટે રાજયમાં સર્વેલન્સ અને ધનવંતરી રથની કામગીરી સઘન બનાવવામાં આવશે. આ અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કોરોના સંક્રમણ અટકાવવા ઘનિષ્ટ સર્વેલન્સ કામગીરી તેમજ બોર્ડર એરીયા પર સ્ક્રિનિંગ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

15 દિવસના રાત્રિ કર્ફ્યુમાં વધારો

ડૉ. જયંતિ રવિએ કહ્યું હતું કે, કોર કમિટીના સભ્યો સાથે કોરોના કેસોની જિલ્લા વાઈઝ સમીક્ષા કરવામાં આવી અને ચાર મહાનગરપાલિકા વિસ્તારોમાં કેસો વધતા રાત્રિ કર્ફ્યુ 15 દિવસ લંબાવવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમજ આ બેઠકમાં કોવિડ-19 રસીકરણ, ફેઝ-2 માટેની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી.

હેલ્થ કેર વર્કર લોકોને વેકિસન આપવામાં આવી

રાજ્ય સરકારે કોવિડ-19ના રસીકરણ પ્રથમ તબક્કામાં આજ સુધી 4.82 લાખ હેલ્થ કેર વર્કર પૈકી કુલ 4.7 લાખ (84 ટકા)થી વધુ અને 5.41 લાખથી ફ્રન્ટલાઇન વર્કર પૈકી 4.14 લાખ (77 ટકા)થી વધુને કોવિડ-19ની રસીનો પ્રથમ ડોઝ, જ્યારે 1.64 લાખ બીજા ડોઝને પાત્ર હેલ્થ કેર વર્કર પૈકી 1.23 લાખ (76 ટકા)ને બીજો ડોઝ આપી દેવામાં આવેલ છે. ભારત સરકારે જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ રસી આપવા બાબતે ગુજરાત સમગ્ર દેશમાં પ્રતિ 10 લાખ વસ્તીની સામે ગુજરાત પ્રથમ ક્રમે છે. કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પૂણે દ્વારા કોવિડ-19ની રસી વેક્સિનેસનના 15.70 લાખ જેટલા ડોઝ, જ્યારે ભારત બાયોટેકની કોવેક્સિન રસીના 5.86 લાખ જેટલા ડોઝ પ્રાપ્ત થયા છે.

ABOUT THE AUTHOR

...view details