ગુજરાત

gujarat

By

Published : Mar 23, 2020, 6:54 PM IST

ETV Bharat / state

ગાંધીનગરમાં કોરોના વાઇરસને લઇ અનિશ્ચિત મુદત સુધી અખબાર બંધ

કોરોના વાઇરસને લઈને સમગ્ર દુનિયા થરથર ધ્રૂજી રહી છે. રાજ્યમાં દિવસેનેે દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે ગાંધીનગર ન્યુઝ પેપર સપ્લાયર્સ એસોસિએશન દ્વારા ગાંધીનગર જિલ્લામાં અખબાર વિતરણ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે હવે પાટનગર વાસીઓને વહેલી સવારે અનિશ્ચિત મુદત સુધી અખબાર વાંચવા નહીં મળે.

ગાંધીનગર
ગાંધીનગર

ગાંધીનગર : કોરોના વાઇરસ હવે બેકાબુ બની રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા 5 નગરપાલિકાઓને લોકડાઉન કરવામાં આવી છે. તે ઉપરાંત માત્ર આવશ્યક ચીજ વસ્તુઓનો વ્યાપાર કરવા માટે દુકાનો ખુલ્લી રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ લોકડાઉનમાં ગાંધીનગર જિલ્લામાં વિતરણ કરતા પણ જોડાયા છે. ગાંધીનગર શહેરના સેક્ટર 7 બગીચામાં સંજય પટેલ, કૃણાલ પ્રજાપતિ, નિલેશ પટેલ અને નીતિન વ્યાસની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં અનિશ્ચિત મુદત સુધી ગાંધીનગર જિલ્લામાં પણ અખબાર વિતરણ નહીં કરવાનો નિર્ણય લીધો છે.

ગાંધીનગર શહેરમાં મોટા ભાગે સરકારી કર્મચારીઓ વસવાટ કરે છે. કર્મચારીઓની સવાર જ અખબાર સાથે થતી હોય છે, ત્યારે અખબાર વિતરણ બંધ થવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડશે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં પણ લોકડાઉન આપવામાં આવ્યું છે, ત્યારે આ વાઇરસ નાગરિકોને વધુ એક મુશ્કેલીમાં મૂકી રહી છે.

ABOUT THE AUTHOR

...view details