ગાંધીનગરઃરાજ્યમાંકોરોના સંક્રમણ નિયંત્રણોને લઈને નવી ગાઇડલાઇના નિયમોમાં વધુ છૂટછાટ જાહેર કરવમાં (New guideline Gujarat government)આવી છે. કોવિડ એપ્રોપ્રિએટ બિહેવીયર અન્વયે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અને સેનીટાઇઝેશન વારંવાર હાથ ધોવાના નિયમો યથાવત રહેશે.
બંધ જગ્યાએ યોગ્ય વેન્ટીલેશન રાખવાનું રહેશે
સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ હવે તા. 2 માર્ચ 2022 થી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજુ કરી પ્રવેશ મેળવી શકશે. વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી. ભારત સરકાર દ્વારા જારી કરાયેલી કોવિડ સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇન તા. 31 માર્ચ 2022 સુધી રાજ્યમાં અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.