નવી શિક્ષણ નીતિ અંતર્ગત મહત્વપૂર્ણ નિર્ણય ગાંધીનગર: સમગ્ર દેશમાં નવી શિક્ષણનીતિના અમલ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે હું ગુજરાતમાં પણ શૈક્ષણિક વર્ષ 2023- 24 થી નવી શિક્ષણનીતિનો અમલ કરાવે છે. ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ મળેલી કેબિનેટ બેઠકમાં નવી શિક્ષણનીતિ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં હવેથી રાજ્યની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટી અને કોલેજમાં કોમન કરી અને ક્રેડિટ ફ્રેમ વર્ક સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કોલેજની શરુઆતથી નિયમો લાગુ: નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાતની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટી, કોલેજ તથા માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્ક બાબતનો નિર્ણય કેબિનેટ બેઠકમાં કરાયો છે ત્યારે કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્કની અમલવારી થકી તા.૧૫મી જૂન ૨૦૨૩થી પ્રવેશ મેળવનાર તમામ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને લાભ થશે. શિક્ષણ વિભાગ દ્વારા આ સંદર્ભે વિસ્તૃત ઠરાવ બહાર પાડવામાં આવશે.
પોસ્ટ ગ્રેજયુએટ ડિગ્રી માટે માત્ર એક જ વર્ષ અભ્યાસ:પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે હવેથી જે વિદ્યાર્થીઓ ચાર વર્ષની સ્નાતક ઓનર્સ/રીસર્ચ ડીગ્રી મેળવશે, તેમણે પોસ્ટ ગ્રેજયુએટ ડીગ્રી માટે માત્ર એક જ વર્ષ અભ્યાસ કરવાનો રહેશે, NEP-2020ની વિવિધ જોગવાઇઓમાંથી એક કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્કને સુદ્રઢ બનાવવા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પ્રતિ સેમેસ્ટર 22 ક્રેડીટનું માળખું નક્કી કરવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓ ત્રણ વર્ષના અંતે કુલ 132 અને ચાર વર્ષના અંતે કુલ 176 ક્રેડીટ પ્રાપ્ત કરી શકશે.
કઈ રીતે હશે પોસ્ટ ગ્રેજયુએટ કોર્સ: વિદ્યાર્થી ત્રણ વર્ષ પછી સ્નાતક, ચાર વર્ષના અભ્યાસ પછી સ્નાતક ઓનર્સ અથવા સ્નાતક ઓનર્સ વિથ રીસર્ચની ડીગ્રી નિયત ક્રેડીટ પ્રાપ્ત થતાં મેળવી શકશે. જે વિદ્યાર્થીઓ ચાર વર્ષની સ્નાતક ઓનર્સ/ રીસર્ચ ડીગ્રી મેળવશે, તેમણે પોસ્ટ ગ્રેજયુએટ ડીગ્રી માટે માત્ર એક જ વર્ષ અભ્યાસ કરવાનો રહેશે. વર્ષ ૨૦૨૩-૨૪ થી ક્રેડિટ અને અભ્યાસક્રમ માળખું (AICTE,PCI,BCI,COA,NCTE, વગેરે દ્વારા નિયંત્રિત સિવાયના અભ્યાસક્રમો) માટે લાગુ કરવાનું રહેશે. જયારે ચોથા વર્ષનો ઓનર્સ/ઓનર્સ વિથ રીસર્ચ પ્રોગ્રામ (લેવલ-૦૬) શૈક્ષણિક વર્ષ 2027-27 થી લાગુ થશે.
સ્ટેક હોલ્ડર પાસેથી 197 સૂચનો પ્રાપ્ત થયા:આ સંદર્ભનો ડ્રાફ્ટ ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ/ કોલેજો/ વાઈસ ચાન્સેલરશ્રીઓ/ આચાર્યશ્રીઓ/ અધ્યાપકશ્રીઓ/ અન્ય તમામ પ્રજાજનો માટે વિવિધ શૈક્ષણિક સંગઠનો અને વિદ્યાર્થી સંગઠનો સમક્ષ સરકારના શિક્ષણ વિભાગ માટે જાહેરમાં મુકવામાં આવ્યો હતો. જેમાં 47 સ્ટેકહોલ્ડર્સ પાસેથી કુલ 197 સૂચનો પ્રાપ્ત થયા છે. જેને ધ્યાને લેતાં કોમન કરીક્યુલમ અને ક્રેડીટ ફ્રેમવર્કનો સરકારી ઠરાવ આખરી કરવામાં આવ્યો છે.તમામ સૂચનો ધ્યાનમાં લઈ શિક્ષણ વિભાગ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં કોમન કરીક્યુલમ અને ક્રેડીટ ફ્રેમવર્કનો સરકારી ઠરાવ બહાર પાડવામાં આવશે.
પુનઃ અભ્યાસ માટે પરત આવી શકે વિદ્યાર્થી: રાજયના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે અત્યારે કોલેજ/ યુનિવર્સિટીઓમાં વિષયનાં જે માળખાં છે, તે વિદ્યાર્થીને નિયત સ્વરૂપમાં જ પસંદગી આપે છે, નવી શિક્ષણનીતિમાં આ મર્યાદાઓ દૂર થાય છે અને વિદ્યાર્થી પોતાની પસંદગી અનુસાર વિવિધ વિષયો નિયત બાસ્કેટમાંથી કે અન્ય યુનિવર્સિટીના વિષયોના બાસ્કેટમાંથી પસંદગી કરી શકશે. એટલું જ નહિ, કોઈપણ વિદ્યાર્થી એન્ટ્રી/ એક્ઝીટ દરમિયાન અભ્યાસના પ્રથમ વર્ષને અંતે નિયત ક્રેડીટ/ સ્કિલના આધારે સર્ટીફિકેટ, બીજા વર્ષને અંતે ડીપ્લોમા પ્રાપ્ત કરી સંજોગો અનુસાર રોજગારી માટે જઈ શકશે અને ફરી નિયત સમય મર્યાદામાં પુનઃ અભ્યાસ માટે પરત આવી શકશે.
- Balvatika 2023 : નવી શિક્ષણનીતિને લઈને બાલવાટિકામાં બાળકોને શું ભણાવશે શિક્ષકો જુઓ
- રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની મુખ્ય લાક્ષણિકતાઓ