અમદાવાદની 1 ડ્રાફ્ટ તથા 1 પ્રીલીમીનરી તેમજ સુરતની 2 પ્રીલીમીનરી અને રાજકોટની 1 વેરીડ પ્રીલીમીનરી તથા વડોદરાની 1 ફાયનલ વેરીડ TP મળી 6 ટાઉન પ્લાનીંગ સ્કીમને એક જ દિવસમાં મંજૂરી આપી છે. અમદાવાદની ડ્રાફ્ટ TP સ્કીમ 440 (ચેખલા-ગોધાવી-ગરોડીયા-વાંસજડા-ઢેડીયા-ઉનાલી)ને મંજૂરી આપી છે. અમદાવાદ મહાનગરમાં વધુ 330 હેકટર્સ ઉપરાંતની જમીનનો સુઆયોજીત વિકાસ થશે અને રૂ. 350 કરોડના અંદાજીત કામોને તેમજ એફોર્ડેબલ હાઉસીંગના નિર્માણને આ શહેરના બાહ્ય વિસ્તારની TP મંજૂર થતાં વેગ મળવાનો છે.
અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામા નવી 6 ટીપી જાહેર, વર્ષ 2019માં 82 યોજના જાહેર કરાઈ - government
ગાંધીનગરઃ રાજ્યમાં વિકાસ વેગવંતો બનાવવામાં આવી રહ્યા છે. માળખાકીય સુવિધાઓમાં વધારો કરીને નાગરિકોને શહેર જેવી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે મહાનગરોમાં ટાઉન પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરત, રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં વધુ ટીપી જાહેર કરવામાં આવી છે. જ્યારે 2019ના વર્ષમાં અત્યાર સુધી કુલ 82 યોજનાઓને સરકારે જાહેર કરી છે અને 2018ના વર્ષમાં નગર રચના યોજનાઓ મંજૂર કરવાનો શતક પૂર્ણ કર્યા બાદ હવે 2019માં પણ આવી મંજૂરીની સદી તરફ વિકાસકૂચ જારી રાખી છે.
ડ્રાફ્ટ યોજના મંજૂર થવાથી 97,471 ચોમીની આર્થિક અને સામાજીક રીતે નબળા વર્ગના રહેઠાણ માટે 95,661 ચો.મી. જમીન જાહેર સુવિધા માટે, 1,07,116 ચો.મી. પ્લેગ્રાઉન્ડ, બગીચા માટે અને 4 હજાર ચો.મી. સ્કુલના હેતુ માટે તેમજ 6,73,459 ચો.મી. જમીન રસ્તા માટે પ્રાપ્ત થશે. પરિણામે હવે અમદાવાદની દુરના ગામો પણ સુઆયોજીત વિકાસનો લાભ મેળવી શકશે. અમદાવાદ, સુરત અને રાજકોટની મળી ચાર પ્રીલીમીનરી TPને મંજૂરી આપી છે તેના પરીણામે આ શહેરોમાં અંદાજે 325 હેકટર્સ ઉપરાંતની જમીન પર સુવિધાયુક્ત વિકાસ થશે.
અમદાવાદની TP સ્કીમ નં. 82 (લાંભા-લક્ષ્મીપુરા-2), સુરતની TP નં. 30 (વણખલા-ઓખા-વિહોલ) અને TP સ્કીમ નં. 43 (જહાંગીરાબાદ) તેમજ રાજકોટની TP સ્કીમ નં. 6 (પ્રથમ વેરીડ)નો સમાવેશ થાય છે. જ્યારે વડોદરાની એક ફાયનલ વેરીડ TP નં. 2 (સેવાસી) પણ મંજૂર કરવામાં આવી છે. સુરતની બે પ્રારંભીક TP સ્કીમ મંજૂર થવાથી સુરત શહેરને આશરે 1,99,587 ચો.મી. જમીન વેચાણના હેતુ માટે 1,19,862 ચો.મી. જમીન SEWSH માટે, 1,56,867 ચો.મી. જમીન જાહેર સુવિધા માટે અને 52,714 ચો.મી. જમીન બાગ બગીચા, ખુલ્લી જગ્યા માટે સંપ્રાપ્ત થશે. અમદાવાદ શહેરમાં લાંભા-લક્ષ્મીપુરા વિસ્તારમાં 32,374 ચો.મી. જાહેર હેતુ માટે તથા 48547 ચો.મી. જમીન બાગબગીચા તેમજ વેચાણના હેતુ માટે 70547 ચો.મી. અને SEWSH માટે 40264 ચો.મી. જમીન સંપ્રાપ્ત થશે.