ગાંધીનગરની જી આઈ ટી કોલેજમાં રાત્રી બીફોર નવરાત્રી યોજાઈ - Gandhinagar Institute of Technology
અમદાવાદઃ રાજ્યના હવામાન ખાતાએ નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેથી સમગ્ર રાજ્યના ખેલૈયાઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
ત્યારે વરસાદની આ ચિંતામાંથી મુક્ત થયેલા ગાંધીનગર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી કોલેજમાં વિદ્યાર્થીઓ માટે એક આનંદના સમાચાર હતા કે, કોલેજ તરફથી વિદ્યાર્થીઓ માટે પોતાના કેમ્પસમાં જ ગમે તેટલો ભારે વરસાદ આવશે, તો પણ સ્પેશિયલ ગરબા રમવા માટે સેન્ટર ઉભુ કરવામાં આવ્યું હતું. જેથી ગરબા પ્રેમી વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક ગરબા રમવામાં આવ્યા હતાં. વિદ્યાર્થીનીઓ દ્વારા ખૂબ જ સુંદર ચણિયાચોળી તેમજ આકર્ષક હેર સ્ટાઈલ સાથે તૈયારીઓ કરવામાં આવી હતી, ત્યારે વિદ્યાર્થીઓ પણ ગરબામાં કોઈ કચાશ રાખવા માંગતા ન હતા. જેથી તેઓ પણ પાઘડી, કેડિયું તેમજ અલગ પ્રકારની ચોયણી ના લુકમાં જોવા મળ્યા હતાં.