ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસાદ સોલંકીએ ગૃહમાં માઈકમાં ફેંક્યું, આજે ફરી અધ્યક્ષને ફરિયાદ કરાશે - વિધાનસભાના અધ્યક્ષ

વિધાનસભા ગૃહમાં મંગળવારે મજૂર એક પર થઈ રહેલી ચર્ચા દરમિયાન રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કટાક્ષ કર્યો હતો. આ કટાક્ષ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય નવસાદ સોલંકીએ ગુસ્સામાં આવીને ગેલેરીમાંથી માઇક ફેંક્યું હતું, જે બાબતે બુધવારે ભાજપ પક્ષ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને ફરિયાદ કરવામાં આવશે.

વિધાનસભા
વિધાનસભા

By

Published : Sep 23, 2020, 7:10 PM IST

ગાંધીનગર : વિધાનસભા ગૃહમાં મંગળવારે મજૂર એક્ટ પર થઈ રહેલી ચર્ચા દરમિયાન રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કટાક્ષ કર્યો હતો. આ કટાક્ષ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય નવસાદ સોલંકીએ ગુસ્સામાં આવીને ગેલેરીમાંથી વિધાનસભા ગૃહના વેલ્મા માઇક ફેેેેેેેક્યું હતું, જે બાબતે બુધવારે ભાજપ પક્ષ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને ફરિયાદ કરવામાં આવી હતી.

માઇક ફેેકવાની સમગ્ર ઘટના બાબતે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મંગળવારે કોંગ્રેસના એક ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં ગેલેરીમાંથી માઇક ફેંક્યું હતું. જે બાબતે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને ફરિયાદ કરવામાં આવી હતી. જ્યારે બુધવારે પણ ફરીથી વિધાનસભાના અધ્યક્ષને ફરિયાદ કરવામાં આવશે.

નવસાદ સોલંકી દ્વારા ગૃહમાં માઈકમાં ફેંકવા બાબતે આજે ફરી અધ્યક્ષને ફરિયાદ કરાશે

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભામાં મંગળવારે એક્ટ પાસ થઈ ગયો હતો, ત્યારે કોન્ટ્રાક્ટરની બાબતમાં ચર્ચાઓ થઈ રહી હતી. જે દરમિયાન નીતિન પટેલે પોતાના સંબોધન દરમિયાન કટાક્ષ કર્યા હતા, જ્યારે આ સમય દરમિયાન નવસાદ સોલંકીએ વિધાનસભા ગૃહમાં જ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને પોતાને કોન્ટ્રાક્ટર તરીકેની સાબિતી આપે અથવા તો માફી માગવાની માગ કરી હતી. ત્યાર બાદ મામલો વધુ બિચકાતા ગુસ્સામાં આવીને કોંગ્રેસના ધારાસભ્ય નવશાદ સોલંકીએ વિધાનસભા ગૃહમાં માઇક ફેંક્યું હતું.

આમ બુધવારે ફરીથી વિધાનસભાગૃહમાં માઇક ફેકવા બાબતે ચર્ચા થવાની શક્યતાઓ છે. ત્યારે ભાજપ પક્ષ દ્વારા પણ વિધાનસભાના અધ્યક્ષ અને ફરિયાદ ફરી વખત કરવામાં આવશે, તો હવે વિધાનસભા ગૃહમાં નીતિન પટેલ માફી માગે છે કે નહીં અને વિધાનસભા અધ્યક્ષ નવસાદ સોલંકીના વિધાનસભા ગૃહમાં માઇક ફેંકવા બાબતે તેમના વિરુદ્ધ કેવા પગલાં ભરશે તે જોવું રહ્યું ??

ABOUT THE AUTHOR

...view details