ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સ્થાપના 2009માં કરવામાં આવી હતી. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી એટલે સમગ્ર વિશ્વની એક એવી યુનિવર્સિટી જે નાના બાળકોના તાગ લેવા, મહત્વનો ભાગ લેવા એને મૃદુ સ્પર્શ કરવા પ્રેરે. યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર ભલે ગુજરાત છે પણ એનું સ્વપ્ન છે ગુજરાતને સમગ્ર વિશ્વની જ્ઞાનની વિદ્યાપીઠ બનાવવાનું. શિક્ષણના વિવિધ વિભાગોમાંનો એક બાળ વિભાગ ચલાવતા હોય તેવી અસંખ્ય યુનિવર્સિટીઓમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અનેક રીતે વિશિષ્ટ અને અનુપમ છે.
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય પરિસંવાદ યોજાશે
ગાંધીનગર: ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર, શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ગુજરાત પ્રાંત અને રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાષ્ટ્રીય પરિસંવાદ કે જેની થીમ પ્રારંભિક બાળ સંભાળ અને વિકાસ છે. તે 22 અને 23 નવેમ્બરના રોજ ગાંધીનગરમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં હાજરી આપવા શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા હાજર રહેશે.
આ કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે અંજુ શર્મા, અગ્ર સચિવ શિક્ષણ વિભાગ પણ હાજર રહેશે. આ પરિસંવાદમાં 325 જેટલા રજીસ્ટ્રેશન થઈ ગયા છે. જેમાં લોકો લખનઉ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશથી આવી રહ્યા છે. જેમાં લોકો પોતાના પેપર પણ પેમેન્ટ કરશે જેની સંખ્યા 200થી પણ વધારે છે. આ પરિસંવાદમાં બાળ વિકાસ અને મનોવિજ્ઞાન, બાળ આરોગ્ય અને પોષણ, પ્રારંભિક બાળપણમાંસમગ્ર વિકાસ, ભાર વિનાનું ભણતર , બાળક એક વ્યક્તિ , બાળ વિકાસ અને ભારતીય ચિંતન જેવા મુખ્ય વિષયો પર ચર્ચા થશે.