ગુજરાત

gujarat

ETV Bharat / state

National Forensic Sciences University : કોર્પોરેટીવ બેન્કમાં થતા સાયબર હુમલા બાબતે ફોરેન્સિક યુનિવર્સિટી કોન્ક્લેવ યોજાયો

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી માં (National Forensic Sciences University) બેંકમાંથી પડતી મુશ્કેલીઓ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. દેશમાં વિવિધ બેંકો હુમલાઓ થઈ રહ્યાં છે, ત્યારે સિક્યુરિટીમાં ક્યાં પ્રકારના સુધારા (Cyber Attack on Corporate Bank) વધારા કરી શકાય તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.

National Forensic Sciences University : કોર્પોરેટીવ બેન્કમાં થતા સાયબર હુમલા બાબતે ફોરેન્સિક યુનિવર્સિટી કોન્ક્લેવ યોજાયો
National Forensic Sciences University : કોર્પોરેટીવ બેન્કમાં થતા સાયબર હુમલા બાબતે ફોરેન્સિક યુનિવર્સિટી કોન્ક્લેવ યોજાયો

By

Published : Mar 2, 2022, 11:12 AM IST

ગાંધીનગર : નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં આજે (National Forensic Sciences University) તમામ રાજ્યોના કોર્પોરેટ બેન્કના મુખ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. કોર્પોરેટર બેંકમાંથી ધિરાણ બાદ પડતી મુશ્કેલીઓ અને સાઇબર હુમલા બાબતે ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી.

કોર્પોરેટીવ બેન્કમાં થતા સાયબર હુમલા બાબતે ફોરેન્સિક યુનિવર્સિટી કોન્ક્લેવ યોજાયો

આ પણ વાંચો:Allegation of fraud on BOB : BOB અને ફાયનાન્સ કંપની સામે નાણાંની છેતરપિંડીનો કોંગ્રેસે કર્યો આક્ષેપ, RBIને રજૂઆત

બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 2020 બાબતે ચર્ચા

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે બેન્કિંગ રેગ્યુલેશન 2020 અને મેનેજમેન્ટ ઓફ સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક ફોર ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરના વિષય પર બે દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. વર્કશોપનું ઉદઘાટન કેન્દ્રીય સહકાર વિભાગના સેક્રેટરી ડો. ડી કે સિંહે કહ્યું કે, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 2020 ના અમલીકરણ માટેના મુદ્દાઓ ઓળખવા અને તેની ચર્ચા કરવી તેમજ રાજ્ય સહકારી બેંકોની કામગીરીમાં સિક્યુરિટી (Cyber Attack on Corporate Bank) સુધારવાની જરૂરિયાત મૂલ્યાંકન કરવા પર ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃShree On Nepal's currency: નેપાળની ચલણી નોટો પર આજે પણ જોવા મળે છે શ્રીનું પ્રતીક

સાયબર હુમલા બાબતે ચર્ચા

દેશમાં વિવિધ બેંકો અને સહકારી સંસ્થા પર હુમલાઓ થઈ રહ્યાં છે, ત્યારે સિક્યુરિટી કઈ રીતે વધુ ટાઈટ રાખી શકાય અને કયા પ્રકારના સુધારા વધારા કરી શકાય તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ વર્કશોપમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવનારા અગ્રણીઓ જાણીતા સંસ્થાના તજનો સહકારી બેંકના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. જ્યારે રાજ્ય સહકારી બેંકની કામગીરીમાં માળખાકીય સુવિધાની જરૂરિયાત મૂલ્યાંકન કરવું તેમજ સાઇબર સિક્યુરિટી (Cyber ​​Security in Banks) અને તેના અમલ દરમિયાન આવતી સમસ્યાઓ અને પડકારોને ઓળખવા બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details