નેશનલ ઉર્જા બેઠક બાબતે રાજ્યના ઉર્જાપ્રધાન સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશના તમામ રાજ્યો ઊર્જા પ્રદાન તથા ઊર્જા વિભાગના સચિવ તથા અલગ અલગ વીજ કંપનીના એમડી અને સભ્ય હાજર રહેશે. જ્યારે એજન્ડા બાબતે પટેલે જણાવ્યું હતું કે, દેશ અને રાજ્યમાં વીજને લઈને પડતી તકલીફો અને તેના નિરાકરણ માટે ખાસ પ્રકારની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે કેન્દ્રપ્રધાન રાજકુમાર સિંઘની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવશે.
કેવડિયા કોલોની ખાતે નેશનલ ઉર્જા બેઠક મળશે, તમામ રાજ્યના ઉર્જાપ્રધાનો અને સચિવ હાજર રહેશે. - કેન્દ્રપ્રધાન રાજકુમાર સિંઘની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં
ગાંધીનગરઃ દેશના ખૂણે ખૂણે સર્જાતા વીજ પ્રશ્નોના નિરાકરણ માટે આગામી 11 અને 12 ઓક્ટોબરના રોજ કેવડિયા કોલોની ખાતે નેશનલ ઉર્જા સમીટનું કેન્દ્ર સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને રાજ્યના ઉર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, આગામી 11 અને 12 ઓક્ટોબરના દિવસે કેવડિયા ખાતે દેશના તમામ રાજ્યોના ઉર્જાપ્રધાનો બેઠક મળશે અને આવનારા ભવિષ્યનું આયોજન કરવામાં આવશે.
gfgfgfg
આ બેઠકમાં મહત્વના મુદ્દાઓ જેવા કે રીંયુએબલ એનર્જીનો વધુમાં વધુ ઉપયોગ થઈ શકે અને જે રાજ્યમાં વીજના પ્રશ્ર્નો છે, તેના ઉકેલ માટે પણ ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં કુલ 250 થી વધુ અધિકારીઓ, પ્રધાનો અને એમ.ડી. કક્ષાના અધિકારીઓ હાજર રહેશે. જ્યારે ગુજરાત સરકારે શરૂ કરેલ રુફ ટોપ યોજના અંગે પણ તમામ રાજ્યો આગામી સમયનું આયોજન કરશે.