ગુજરાત

gujarat

ETV Bharat / state

રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગ રાજ્યની 3 દિવસની મુલાકાતે, પરંતુ કામદારો માટે શુ કર્યું તે ના કહી શક્યા

રાજ્યમાં સફાઈ કામદારોની સ્થિતિ અને ગુજરાતમાં કેવા પ્રકારની કામગીરી થાય છે. તેનું નિરીક્ષણ કરવા રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્યક્ષ સહિત અધિકારીઓ ત્રણ દિવસની મુલાકાતે આવ્યા હતા. શુક્રવારે ગાંધીનગર શહેરમાં કામદારો સાથે વાર્તાલાપ કર્યા બાદ સ્વર્ણિમ સંકુલમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી પરંતુ, કોન્ફરન્સ દરમિયાન રાજ્યના સફાઈ કામદારો માટે આયોગ દ્વારા શરૂ કરવામાં આવ્યું તે જણાવી શક્યા ન હતા.

ગાંધીનગર
ગાંધીનગર

By

Published : Jan 25, 2020, 3:36 AM IST

ગાંધીનગરઃ રાષ્ટ્રીય સફાઈ આયોગના અધ્યક્ષ દ્વારા ત્રણ દિવસની મુલાકાત બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સરકારની વાહવાહી કરતા હોય છે. એ રીતે સંબોધન કરતા કહ્યું કે, લેબર એક્ટ મુજબ સફાઇ કામદારોને તમામ અધિકારો ઉપલબ્ધ કરાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાતમાં ગટર સફાઇની કામગીરીમાં સંપૂર્ણ મીકેનીઝમનો ઉપયોગ કરવા સરકાર કટિબદ્ધ છે. રાજ્ય કક્ષાએ સફાઇ કામદારો અને તેમના આશ્રિતો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 6200 કરાર આધારિત સફાઇ કર્મચારીઓને કાયમી કરવાના આદેશો અપાયા હતા.

રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગ રાજ્યની 3 દિવસની મુલાકાતે

સુપ્રીમ કોર્ટ દ્વારા આઉટસોર્સિંગના કામગીરી નહીં કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવા છતાં તમામ સફાઇ કર્મચારીઓની આઉટસોર્સિંગ ભરતી કરવામાં આવે છે તેની સામે આયોગ દ્વારા શું પગલાં ભરવામાં આવ્યા ? સરકારને નોટિસ આપવામાં આવી છે કે કેમ ? આઉટસોર્સિંગમાં ફરજ બજાવતા કર્મચારીઓને હાથીના ચાવવાના અને બતાવવાના જુદા હોય તે રીતે પગાર આપવામાં આવે છે તેની સામે શું પગલા ભરવામાં આવ્યા ? તે આયોગના અધ્યક્ષ મનહર ઝાલા જણાવી શક્યા ન હતા. માત્ર સુફિયાણી વાતો કરવા આવ્યા હોય તેવું જોવા મળ્યું હતું.

રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલીકાઓમાં સફાઇ કામદારોને સાધન વિના જ ગટરમાં ઉતારવામાં આવે છે. ત્યારબાદ ગૂંગળાઈ જવાના કારણે કર્મચારીઓ મોતને ભેટતા હોય છે. ત્યારે આ પ્રકારના બનાવવામાં કેટલી નગરપાલિકાઓને નોટિસ નોટિસ નોટિસ આપવામાં આવી છે. પુનઃ આ પ્રકારના બનાવો ન બને તે માટે માટે તે માટે માટે સરકારને ધ્યાન દોરવામાં આવ્યું છે કે છે કે કેમ તે બાબતની કોઇ જ પ્રકારનો યોગ્ય જવાબ આપી શક્યા ન હતા હતા હતા.ગુજરાતની મુલાકાત દરમિયાન આયોગે અમદાવાદ અને ગાંધીનગર ખાતે સફાઇ કર્મચારીઓ સાથે મુલાકાત કરીને તેમના પ્રશ્નો અને તેના ઉકેલ માટે ચર્ચા વિચારણા કરી હતી. રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના સચિવ નારાઇન દાસ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલ, આયોગના નાયબ નિયામક અનિલકુમાર જહા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details