આ અંગે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, નર્મદા નદી પર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડેમમાં 134 મીટર પાણી છે. અત્યારસુધીમાં પ્રથમ વખત આટલું પાણી ભરાયું છે. રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ 93.54 ટકા નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી છે. અત્યારસુધીમાં સરદાર સરોવરમાં 85 ટકા પાણી ભરાયું છે.
નર્મદાના પાણીથી 476 ગામોના તળાવ ભરાયા: નીતિન પટેલ - નીતિન પટેલ
ગાંધીનગરઃ ગુજરાત સરદાર સરોવર ડેમ તેની ઐતિહાસિક સપાટી વટાવી ગયો છે. જેને લઈ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી સૌને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાત લેવા માટે સલાહ આપી હતી.
સરદાર સરોવરમાં ગત વર્ષે 51 ટકા પાણી ભરાયુ હતું. રાજ્યસરકાર દ્વારા રોજ 12થી 15 હજાર ક્યુસેક પાણી નર્મદા કેનાલમાં છોડવામાં આવે છે. જેનો ઉપયોગ સૌરાષ્ટ્રના 12 ડેમમાં ભરવા માટે કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામમાં 1836 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેમાંથી કચ્છમાં 4 ડેમમાં, 476 ગામના તળાવોમાં ભરવામાં આવ્યું હતું. ઉપરાંત મધ્ય ગુજરાતમાં મહી કેનાલમાંથી 4035 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.
રાજયના ડેમમાં કુલ 73 ટકા પાણી
- ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 33 ટકા
- મધ્ય ગુજરાતના 17 ડેમમાં 94 ટકા
- દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 81 ટકા
- કચ્છના 20 ડેમમાં 63 ટકા
- સૌરાષ્ટ્રના 139 ડેમમાં 55 ટકા પાણી સંગ્રહ કરાયો છે. આમ, રાજ્યના કુલ 204 જળાશયોમાં હાલ સંગ્રહાયેલા પાણીનો કુલ જથ્થો 72.63 ટકા છે.
જળાશયોની આંકડાકીય માહિતી સ્થિતી....
- 100 ટકા ઉપર 32 જળાશયો
- 70 થી 100 ટકા 57 જળાશયો
- 50 થી 70 ટકા 22 જળાશયો
- 25 થી 50 ટકા 35 જળાશયો
- 25 ટકા થી ઓછા 58 જળાશયો.