સત્રમાં સરકારે કર્યો સ્વીકાર, બાકી છે નર્મદા નહેરની કેટલીક કામગીરી - Congress
ગાંધીનગર: વિધાનસભા સત્રમાં નર્મદા નહેરની કામગીરીને લઈને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા અલગ-અલગ સવાલો કરવામાં આવ્યા હતા. જેમા કેટલું કામ બાકી છે તેમજ કેટલુ કામ પૂર્ણ થઇ ગયું છે, છતાં હજુ પણ ખેડૂતોને પાણી મળતું નથી. જેવા અનેક સવાલો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા.
વિધાનસભા સત્રમાં શુક્રવારે ધારાસભ્ય અક્ષય પટેલના સવાલ વડોદરા અને ભરૂચ જિલ્લામાં નર્મદા નહેરની કામગીરી કેટલી બાકી છે અને ક્યારે પૂર્ણ કરવામાં આવશે? જેમા મંત્રી યોગેશ પટેલે જવાબ આપ્યો હતો કે, પ્ર.શાખાની નહેરોનું 110 કિલોમીટરનું કામ ભરૂચ જિલ્લામાં બાકી છે. જ્યારે વડોદરામાં પણ પ્ર.શાખા નહેરોનું કામ 70 કિલોમીટર બાકી છે.
કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા પણ સવાલ કરાયો હતો કે, રાજ્યમાં ખેડૂતોને નર્મદાનું પાણી આપવાનું બંધ કેમ કરાયું છે. જેના જવાબમાં નાયબ મુખ્યપ્રધાને જવાબ આપતા જણાવ્યું હતું કે, 16/3/18થી 18/7/18 દરમિયાન 125 દિવસ પાણી બંધ કરવામાં આવ્યું હતું. 6/3/19થી 31/5/19 સુધીમાં 87 દિવસ પાણી બંધ કરવામાં આવ્યા હતા. એમ મળીને કુલ 202 દિવસ ખેડૂતોને નર્મદાનું પાણી બંધ કરવામાં આવ્યું હતું. જે સરકારે સ્વીકાર્યું હતું.