આ બાબતે વધુમાં જણાવતા તેમણે કહ્યું કે, “સરકાર પણ વાકેફ છે. સરકારે જવાબ આપ્યો કે, આ બાબતે જવાબદાર એજન્સીઓ પાસેથી રકમ વસૂલ કરવાની તથા બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.”
નર્મદાની લાઈન નાખવામાં 83 કરોડની ગેરરીતિ થીઈ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ - Dilip Prajapati
ગાંધીનગરઃ રાજ્યમાં નર્મદા નહેર દ્વારા છેવાડાના ગામડાઓ સુધી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, પરંતુ આ નહેરોમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનું અનેક વખત સામે આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા આરોપ લગાવવામાં આવ્યા કે, સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલની પાઈપલાઈન નાખવાના કામમાં પાઇપ લાઇન નાખ્યા વિના બિલો પાસ કરીને 83.63 કરોડની ગેરરીતિ આચરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં નર્મદા નહેરની પાઇપ લાઇન નાખવામાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. અનેક વખત નર્મદા નહેરની લાઈન તૂટી ગઈ છે. તેને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થયા છે. આ બાબતે કોંગ્રેસના બાપુનગરના ધારાસભ્ય હિંમત પટેલે દ્વારા વિધાનસભા ગૃહમાં સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, 31 મેની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલની પાઈપ લાઈન નાંખવામાં બિલો પાસ કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. જેને લઇને 83.35 હજાર કરોડની માતબર રકમ જેટલી ગેરરીતિ સરકાર દ્વારા કબુલવામાં આવી છે. હાલ તો આટલો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. પરંતુ આમાં કરોડો રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી છે.
કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારનો સરકારે કબુલાત કરી છે. જેમાં અત્યાર સુધીમાં 82.92 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. જ્યારે 19 અધિકારી અને કર્મચારીઓ સામે શિસ્તભંગનાં પગલાં લેવામાં આવ્યા છે. આ કામગીરી સાથે સંકળાયેલી 10 એજન્સીઓની નિગમના કામમાંથી તથા ત્રણ પાઇપ સપ્લાયરની માન્યતા રદ કરવામાં આવી છે. નર્મદા નહેરના કામમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. પરંતુ સરકાર દ્વારા બોલવામાં આવતો નથી. ત્યારે સીધી રીતે આપણે સમાચારને સરકારે વિધાનસભા ગૃહમાં કબુલ કરે છે. રાજ્યમાં એનક પ્રકારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તે બાબત ચોક્કસ જોવા મળી રહી છે.