ગાંધીનગર : ભાજપે ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી માટે રમીલાબેન બારા, અભય ભારદ્વાજ અને ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને જાહેર કર્યા છે, જ્યારે કોંગ્રેસે ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલને મેદાનમાં ઉતાર્યા છે. જે બાદ ગુજરાતના રાજકારણમાં જોડતોડનું રાજકારણ શરૂ થયું છે.
ભાજપના રાજ્યસભાના ઉમેદવાJ નરહરિ અમીન કહ્યું કે, કોંગ્રેસના લોકોના સંપર્કમાં છું. કોંગ્રેસના લોકોને રૂબરુ મળી રહ્યો છું. કોંગ્રેસનો આક્ષેપ છે કે, કરોડોમાં ખરીદી કરી છે તો પુરાવા હોય તો રજૂ કરે.
રાજ્યસભા ચૂંટણી: ભાજપ ઉમેદવાર નરહરિ અમીને કહ્યું, -'કોંગ્રેસના લોકના સંપર્કમાં છું' ભાજપના પૂર્વ ધારાસભ્ય વલ્લભ કાકડીયાએ પણ કોંગ્રેસના આંતરીક વિખવાદ વિશે વાત કરી હતી.
લીમડીના ધારાસભ્ય સોમા પટેલ અને ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાએ શનિવારે મોડી રાત્રે વિધાનસભા અધ્યક્ષના બંગલે રાજીનામું આપ્યું હતું. બીજી તરફ ડાંગના ધારાસભ્ય મંગળ ગાવીત અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ રાજીનામા આપ્યા છે. આ ચાર ધારાસભ્યોના રાજીનામા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સ્વીકારી લીધા છે. ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારૂએ પણ રાજીનામું આપ્યુ છે. જેથી કોંગ્રસનું સંખ્યાબળ ઘટીને 73 થી 69 થયું છે.