ગુજરાત

gujarat

ETV Bharat / state

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બપોરનું ભોજન માતા હિરાબા સાથે કર્યું - pm modi birthday celebration in india

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 69માં જન્મદિવસે બપોરે માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. કેવડિયા કોલોની ખાતેનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ ગાંધીનગર થઈને રાયસણ ખાતે પોતાના લઘુબંધુ પંકજ મોદીના ઘરે રહેતા માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે માતા સાથે બપોરનું ભોજન લીધું હતું, ત્યારબાદ સોસાયટીમાં રહેતા બાળકો સાથે સેલ્ફી પણ પડાવી હતી અને ઓટોગ્રાફ પણ આપ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બપોરનું ભોજન માતા હિરાબા સાથે કર્યું

By

Published : Sep 17, 2019, 4:13 PM IST

Updated : Sep 17, 2019, 4:37 PM IST

ગાંધીનગર પાસે આવેલા વૃંદાવન બંગ્લોઝમાં પોતાના ભાઇ પંકજ મોદીના ઘરે રહેતા માતા હીરાબાને મળવા બપોરે પહોંચ્યા હતા. વહેલી સવારથી રાહ જોવડાવ્યા બાદ વડાપ્રધાન કેવડીયા કોલોનીનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ ગાંધીનગર થઈને માતાને મળવા પહોંચ્યા હતા. જ્યાં તેમને માતા હીરાબા સાથે પૂરણપોળી, દાળ, સલાડ અને શાકનું ભોજન લીધું હતું. વડાપ્રધાને 40 મિનિટ જેટલો સમય માતા સાથે પસાર કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બપોરનું ભોજન માતા હિરાબા સાથે કર્યું

વડાપ્રધાન માતા સાથે ભોજન લીધા બાદ બહાર નીકળ્યા ત્યારે સોસાયટીના તમામ બાળકો સાથે તેમણે વાતચીત કરી હતી અને પોતાના નામ નરેન્દ્ર લખેલો ઓટોગ્રાફ પણ આપ્યો હતો. જ્યારે આસપાસના લોકો વડાપ્રધાન સાથે સેલ્ફી પડાવીને ખુશ થયા હતા. બાળકોએ પણ વડાપ્રધાન સાથે વાતચીત કરીને જીવનભરનું સંભારણું મોબાઇલમાં કેદ કરી ખુશ થયા હતા.

Last Updated : Sep 17, 2019, 4:37 PM IST

ABOUT THE AUTHOR

...view details