ગાંધીનગરરાજ્યમાં શાંતિપૂર્ણ રીતે મતદાન (Gujarat Election 2022) થાય અને કોઈ પણ મતદારને અગવડ ન પડે તે માટે ચૂંટણી પંચે (Election Commission of Gujarat) વિશેષ તૈયારી કરી છે. બીજી તરફ ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીના ઉમેદવારો ફાઈનલ થઇ ગયા છે. ત્યારે આ ચૂંટણીમાં 10,357 જેટલા મતદારો છે, જેમણે 100 વર્ષ પૂર્ણ કર્યા છે. તેઓ પણ મતાધિકરનો ઉપયોગ કરશે. આમાંથી એક મતદાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબેન મોદી (hiraben modi voting for Gujarat Election 2022).
હીરાબાએ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં પણ મતદાન કર્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદી (hiraben modi voting for Gujarat Election 2022) રાયસણ પેટ્રોલ પમ્પની પાછળ આવેલી વાડીભાઈ વિદ્યા સંકુલની (Vadibhai Vidya Sankul) પ્રાથમિક શાળામાં મતદાન કરશે. ઉલ્લેખનીય છે કે, 3 નવેમ્બર 2021ના રોજ તેમણે ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીનું (Gandhinagar Corporation Election) મતદાન કર્યું હતું.
કુલ 10,357 શતાયુ મતદારો કરશે મતદાનગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) 10,357 શતાયુ મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરશે. આ અંગે મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ (Chief Electoral Officer P Bharti) જણાવ્યું હતું કે, બંને તબક્કામાં થઈને કુલ 4,91,35,400 મતદારો પૈકી 10,357 શતાયુ મતદાતા એટલે કે, 100 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા મતદાતાઓ છે, જેઓ મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં કુલ 10,357 શતાયુ મતદાતાઓ (Shatayu Matadar in Gujarat) પૈકી પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં 5,115. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર 5,242 શતાયુ મતદાતાઓ મતદાન કરશે.
સૌથી વધુ શતાયુ મતદાર ધરાવતા જિલ્લાગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election 2022) કુલ 10,357 શતાયુ મતદાતા (Shatayu Matadar in Gujarat) નોંધાયા છે. આમાં સૌથી વધુ શતાયુ મતદાતા ધરાવતા પ્રથમ 5 જિલ્લાઓમાં અમદાવાદમાં 1,500, વડોદરામાં 716, ભાવનગરમાં 628, રાજકોટમાં 547 અને દાહોદ જિલ્લામાં 531 મતદાતાઓ છે. જ્યારે રાજ્યમાં સૌથી ઓછા શતાયુ મતદાતાઓ ધરાવતા 5 જિલ્લામાં ડાંગમાં 08, તાપીમાં 67, નર્મદામાં 69, પોરબંદરમાં 109 તેમ જ પાટણ જિલ્લામાં 125 મતદાતાઓ નોંધાયા છે.