ગુજરાત

gujarat

ETV Bharat / state

દિવ્યાંગ નામ આપીને નરેન્દ્ર મોદીએ સૌથી મોટી ભેટ આપી છે : અમિત શાહ - home minister amit shah in gandhinagar

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ધનતેરસનાં રોજ ગાંધીનગર અને કલોલમાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાં માટે આવ્યાં હતાં. કલોલ શહેરમાં 62 કરોડનાં ખર્ચે બનાવેલા ઓવરબ્રિજનું ખાતમુહુર્ત કર્યું હતું, ત્યારબાદ એપીએમસીમાં ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 4000 જેટલા દિવ્યાંગોને સહાયનું વિતરણ કર્યું હતું. ગૃહપ્રધાન અમિત શાહે દિવ્યાંગોને સંબોધન કરતાં કહ્યું કે, હૃદયમાં કરુણા ધરાવતા વ્યક્તિ હોય તે દિવ્યાંગનાં જીવનમાં પ્રકાશ લાવવાનું કામ કરી શકે છે. તેમ કહી તેમણે ભૂતકાળની કોંગ્રેસની સરકાર ઉપર ટોણો માર્યો હતો.

કલોલ

By

Published : Oct 25, 2019, 5:16 PM IST

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં 30 લાખ દિવ્યાંગોને સાધન-સહાયની કીટ આપવામાં આવશે, ત્યારે દેશમાં 45 લાખ લોકોને આ કિટ મળી જશે. કલોલની સમસ્યાને નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા 62 કરોડનાં ખર્ચે ઓવર બ્રીજ બનાવવામાં આવ્યો છે. કલોલની સાથે ગાંધીનગર શહેરમાં પણ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું હતું

દિવ્યાંગ નામ આપીને નરેન્દ્ર મોદીએ સૌથી મોટી ભેટ આપી છે : અમિત શાહ

કેન્દ્રીય સામાજિક પ્રધાન ડૉ.થાવરચંદ ગેહલોતે કહ્યું કે, દેશમાં 8508 મોરચે 14 લાખ કરતાં વધુ લોકોને સાધન સહાયની કીટ આપવામાં આવી છે. દેશમાં 80% દિવ્યાંગ એવા છે જે ચાલી શકતા નથી જ્યારે દિવ્યાંગોને પહેલા ત્રણ ટકા અનામત આપવામાં આવતી હતી, જે હવે પાંચ ટકા આપવામાં આવી રહી છે. કેન્દ્રની મોદી સરકાર દ્વારા દિવ્યાંગોને પગભર કરવાં તમામ પ્રકારની સહાય આપવામાં આવી રહી છે.

કોંગ્રેસ ઉપર પ્રહારો કરતાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે મોટા મોટા રાજકીય નેતાઓ વેકેશનમાં સમયમાં મોજ કરતાં હોય છે, ત્યારે અમિત શાહ લોકોની વચ્ચે કામ કરી રહ્યા છે. કાશ્મીરમાં લોહીનું ટીપું વહાવ્યા વિના અખંડ ભારતનું સ્વપ્ન સાકાર થયું છે. તેમણે કહ્યું કે હજુ તો અમિત શાહની શરૂઆત છે. આગામી સમયમાં ગાંધીનગરને દેશભરમાં નામના મળે તેવો વિકાસ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details