ગુજરાત

gujarat

ETV Bharat / state

અનુસૂચિત જનજાતિ આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની મુલાકાતે - visits Gujarat

ગાંધીનગર: રાજ્યમાં અનુસૂચિત જનજાતિના પડતર પ્રશ્નો અને તેમની માંગણીને લઈ અનુસૂચિત જનજાતિ આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ નંદકુમાર સાંઈએ ટીમ સાથે ગુજરાતની મુલાકાત લીધી હતી. જેમાં રાજ્યના અનુસૂચિત જનજાતિના લોકોએ શિક્ષકોની ઘટ, જમીનની ફરિયાદ, જેવી અનેક ફરિયાદો કરી હતી. ત્યારે ગુજરાતમાં ટ્રાઈબલ યુનીવર્સિટી બનાવવા માટે સરકાર સાથે ચર્ચા થઈ હોવાની વાત નંદકુમારે નિવેદનમાં જણાવી હતી.

અનુસૂચિત જનજાતિ આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ નંદકુમાર સાંઈએ ટીમ સાથે ગુજરાતની મુલાકાત લીધી

By

Published : Aug 2, 2019, 8:15 PM IST

અનુસૂચિત જનજાતિ રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ નંદકુમાર સાંઈએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે," ટ્રાઈબલ એરિયામાં સ્થાનિકો સાથે નર્મદા મુદ્દે ચર્ચા કરી છે. જે બાબતે રાજ્ય સરકારનું ધ્યાન દોરવામાં આવશે ઉપરાંત ટ્રાઇબલ યુનિવર્સિટીની પણ ચર્ચા કરવામાં આવી છે."

નંદકુમારે શિક્ષણ વ્યવસ્થાને લઇને વાત કરતાં જણાવ્યું હતું કે," 30 જુલાઈના રોજ દિલ્હી ખાતે નેશનલ ટ્રાઇબલ કમિશનની બેઠક મળી હતી. જેમાં ટ્રાઈબલને લાગતાં તમામ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ શિક્ષકોની અછત અંગે ચિંતા વ્યક્ત કરી યોગ્ય કાર્યવાહી કરવાની બાહેંધરી આપી હતી. "

અનુસૂચિત જનજાતિ આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ નંદકુમાર સાંઈએ ટીમ સાથે ગુજરાતની મુલાકાત લીધી

ગુજરાતમાં ફિલ્ડ મુલાકાત બાદ રાજ્યના મુખ્યસચિવ, શિક્ષણ વિભાગના અધિકારીઓ સહિત ટ્રાઈબલ વિભાગના અધિકારી સાથે ચર્ચા કરી હતી. જેમાં અધિકારીઓની પાસેથી મહત્વની જાણકારી મેળવી હતી કે, અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત સરકાર હેલ્થ, શિક્ષણ વિભાગમાં સારા કામ કર્યા છે. ટ્રાઈબલ માટે રિઝર્વેશન ક્વોટા મેડિકલમાં વધુ માત્રમાં સીટ રાખી છે. જેથી ટ્રાઇબલ વિસ્તારમાંથી મોટા ભાગે ડૉકટર બની રહ્યાં છે. તેમજ ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ માટે સારી હૉસ્ટેલ બનાવી છે. જેમાં મહિલા માટે અલગ વ્યવસ્થા કરાઈ છે. ગુજરાત સરકાર સારી દિશામાં કામ કર્યુ છે.

ABOUT THE AUTHOR

...view details