ગાંધીનગર: રાજ્યનું પાટનગર ધીરે-ધીરે ક્રાઇમ તરફ આગળ વધી રહ્યું છે. થોડા દિવસ પહેલાં જ ગાંધીનગર શહેરમાં એક પત્નીએ પોતાના પતિને ખંજર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારે આજે અડાલજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલના કિનારે એક 40 વર્ષીય યુવકને હત્યા કરીને ફેંકી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ યુવાને ડાબા હાથે ઘડિયાળ પહેરી છે અને એક વીંટી પહેરી છે, તે સિવાય આ યુવક પાસેથી કંઈ જ મળ્યું નથી.
અડાલજ નર્મદા કેનાલ પાસે યુવાનની છરીના ઘા મારીને હત્યા કરાઈ - ગાંધીનગર ન્યુઝ
ગાંધીનગર સરખેજ હાઇવે પાસે આવેલી અડાલજ નર્મદા કેનાલ પાસેથી આશરે 40 વર્ષિય યુવકની તિક્ષ્ણ હથિયારના છ ઘા મારીને હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે જાણ થતા અડાલજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

યુવાનની છરીના ઘા મારીને હત્યા કરાઈ
ઘટના અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે.