ગુજરાત

gujarat

ETV Bharat / state

Mukhyamantri Scholarship Scheme : ધોરણ 10 બાદ આ વિદ્યાર્થીઓને મળશે લાભ, જાણો... - Swavalamban Yojana

રાજ્યમાં શિક્ષણ નીતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનું (Mukhyamantri Scholarship Scheme) આયોજન કર્યું છે. જેમાં ધોરણ 10 પછી ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર અથવા ડિગ્રીમાં (Scholarships to Diploma Students) પ્રવેશ માટે વિદ્યાર્થીઓને આર્થિક રીતે સરકાર મદદરૂપ બનશે. જાણો વિદ્યાર્થીઓને કેટલો મળશે લાભ.

Mukhyamantri Scholarship Scheme : ધોરણ 10 પછી ડિપ્લોમાના વિદ્યાર્થીઓને મળશે લાભ
Mukhyamantri Scholarship Scheme : ધોરણ 10 પછી ડિપ્લોમાના વિદ્યાર્થીઓને મળશે લાભ

By

Published : Feb 5, 2022, 7:18 AM IST

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ નીતિને ધ્યાનમાં લઇને રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે એક મહત્વની જાહેરાત કરી છે. જેમાં મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો (Mukhyamantri Scholarship Scheme) લાભ ધોરણ 10 પછી ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનારા અને ડિપ્લોમાથી ડિગ્રીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મળતો થશે. જેથી રાજ્યના વિદ્યાર્થીઓને આર્થિક રીતે પણ સરકાર મદદરૂપ બનશે.

4.50 લાખ આવક ધરાવતા પરીવારને મળશે લાભ

રાજ્ય સરકારના નિર્ણય પ્રમાણે હવે ધોરણ 10 પાસ કર્યા પછી ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ ડિગ્રી માટે અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો (Scholarships to Diploma Students) લાભ મળતો થશે. જે પરિવારની વાર્ષિક આવક સાડા ચાર લાખ રૂપિયા હોય તેવા પરિવારના યુવાનોને રાજ્ય સરકાર લાભ આપશે.

કેવો મળશે લાભ

રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતની જો વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મેળવવા માટે જે પાછળથી નિર્ધારિત કરવામાં આવી છે. તે મુજબ ધોરણ 10 પછી ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર પાત્રતા પ્રાપ્ત વિદ્યાર્થીઓને અભ્યાસ માટે નિયત કરેલ વાર્ષિક 50 ટકા રકમ અથવા 50 હજાર. જે બે માંથી ઓછું હશે તેટલી રકમ મંજૂર કરવામાં આવશે. જ્યારે ડિપ્લોમા પાસ કર્યા પછી ડિગ્રી અભ્યાસક્રમમાં (Scholarships for Degree Studies) પ્રવેશ મેળવવાના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ઇજનેરી તેમજ પ્રોફેશનલ કોર્સ માટે ટ્યુશન ફી ના 50 ટકા રકમ અથવા રૂપિયા 1 લાખ પૈકી જે ઓછી રકમ હશે તે મળવાપાત્ર થશે.

આ પણ વાંચોઃવિદ્યાર્થીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ અર્થે વડોદરા ABVPએ આપ્યું આવેદનપત્ર

યુવા સ્વાવલંબન યોજનાનું પૂરક

ગુજરાત રાજ્યમાં ઉચ્ચ અભ્યાસ માટે યુવા સ્વાવલંબન યોજના (Swavalamban Yojana) અત્યારે કાર્યરત છે. જેમાં વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. ત્યારે ડિપ્લોમા અને ડિગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે પણ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનાની યોજના એવી મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાની જાહેરાત કરી છે. આમ આ જાહેરાતથી વાર્ષિક 4.50 લાખની આવક ધરાવતા પરિવારના યુવાનોને ભણવામાં આવતી મદદ (Gujarat Government Help in Teaching) રાજ્ય સરકાર કરશે.

આ પણ વાંચોઃScholarship from the University of Chicago:17 વર્ષની ખેડૂતની પુત્રીને મળી સફળતા, શિકાગો યુનિવર્સિટીમાંથી મળી શિષ્યવૃત્તિ

ABOUT THE AUTHOR

...view details