ગુજરાત

gujarat

ETV Bharat / state

Support Price in Gujarat: ચણા, તુવેર અને રાયડાની આટલા મણ સુધીની કરાશે ટેકાના ભાવે ખરીદી - ટેકાના ભાવે ચણાની ખરીદી 2023

રાજ્યમાં આગામી દિવસોમાં ચણા, તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ રહી છે. ખેડૂત દીઠ 125 મણ સુધીની ટેકાના ભાવે ખરીદી કરાશે. આ ઉપરાંત ખરીદી કરવા માટે વાવેતર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે.

Chickpea Support Price : ચણા, તુવેર અને રાયડાની આટલા મણ સુધીની કરાશે ટેકાના ભાવે ખરીદી
Chickpea Support Price : ચણા, તુવેર અને રાયડાની આટલા મણ સુધીની કરાશે ટેકાના ભાવે ખરીદી

By

Published : Mar 4, 2023, 9:59 AM IST

ગાંધીનગર : રાજ્યના ખેડૂતો પાસેથી સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે, ત્યારે રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલની અધ્યક્ષ સ્થાને ખાસ બેઠક યોજવામાં આવી હતી. જેમાં ટેકાના ભાવે ખરીદી માટે કરેલા આયોજનની સમીક્ષા કરવા ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. રાજ્યમાં 10મી માર્ચ-2023થી ચણા, તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે. ખેડૂત દીઠ વાવેતર વિસ્તાર મુજબ દિવસના 125 મણ સુધીની ટેકાના ભાવે ખરીદી કરાશે.

પ્રતિ ખેડૂત 125 મણનું કરી શકશે વેચાણ:કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે ટેકાના ભાવે ઉત્પાદકોની ખરીદી અંગે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. રાજ્યમાં 10મી માર્ચ, 2023ના રોજથી ચણા, તૂવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરુ થવાની છે. વાવેતર વિસ્તારના પ્રમાણમાં ખેડૂત દીઠ 2,500 કિ.ગ્રા. એટલે કે, 128 મણ સુધીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડૂતો પાસેથી ખરીદેલા જથ્થાના ચૂકવણી પણ બની શકે તેટલી ઝડપથી થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :Bhagwant Mann: દિલ્હી અને પંજાબ સરકાર ગુજરાતના ખેડૂતો પાસેથી ખરીદશે ડુંગળી - ભગવંત માન

કેટલા કેન્દ્રો પર થશે ખરીદી :ખેડૂતો પાસેથી ખરીદી કરવા માટે વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં તુવેર માટે 135, ચણા માટે 187 અને રાયડા માટે 103 ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી કરવા તુવેર માટે 5550 ચણા માટે 2,20,175 અને રાયડા માટે 10,164 ખેડૂતોએ નોંધણી કરાવી હોવાનું રાઘવજી પટેલે જણાવ્યું હતું.

આ પણ વાંચો :Farmers Meeting: ખેડૂત આંદોલનને વિખેરવા બનેલી કમિટીની યોજાઈ પહેલી બેઠક, વીજ લોડ, પાક વીમા સહિતના મુદ્દે થઈ ચર્ચા

કેટલા ભાવે થશે ખરીદી :ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા તુવેર માટે 6600 પ્રતિ ક્વિ., ચણા માટે 5335 પ્રતિ ક્વિ.અને રાયડા માટે 5450 પ્રતિ ક્વિ. ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ કેન્દ્ર સરકારે પી.એસ.એસ. હેઠળ રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી માટે તુવેર 1,00,196, ચણા 3,88,000 અને રાયડા માટે 1,25,300 મેટ્રિક ટન જથ્થો મંજૂર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત વેરની ખરીદી માટે ઈન્ડી એગ્રો કન્સોર્ટિયમ પ્રોડ્યુસર કંપની લી. અને ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યની નોડ્લ એજન્સી તરીકે ગુજકોમાસોલની નિમણુંક કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details