ગુજરાત

gujarat

ETV Bharat / state

ઇલેકટ્રીક વાહનો માટેની બેટરીઝના ઉત્પાદન માટે ગુજરાત સરકાર અને જાપાનની ઓટોમોટીવ કંપની વચ્ચે MoU થયા - JAPAN NEWS

ગાંધીનગરઃ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોનું વધુમાં વધુ ઉપયોગ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાત સરકારના ઊદ્યોગ વિભાગ અને જાપાનની AEPPL ઓટોમોટીવ ઇલેકટ્રોનિકસ પાવર પ્રાયવેટ લિમીટેડ વચ્ચે કુલ રૂ. 4390 કરોડના રોકાણથી લિથિયમ બેટરી ઉત્પાદન વિસ્તરણ પ્લાન્ટસ MoU સંપન્ન કરવામાં આવ્યા હતા.

MOU BETWEEN GUJARAT AND JAPAN GOVERMENT

By

Published : Oct 14, 2019, 9:34 PM IST

AEPPL દ્વારા ગુજરાતના હાંસલપૂર બેચરાજીમાં બે તબક્કે આ અંગેના રોકાણો કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં રૂ. 1250 કરોડના ખર્ચે લિથિયમ બેટરી પેક અને મોડયુલ મેન્યૂફેકચરીંગ ફેસેલીટીઝ 2020ના અંત સુધીમાં ઊભી કરવા સાથે 1 હજાર જેટલા સ્થાનિક યુવાઓને પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારી મળતી થશે. ઉલ્લેખનીય છે કે AEPPL એ પ્રખ્યાત મોટર ઉત્પાદન કંપની મારૂતિ સુઝૂકી કોર્પોરેશન, ટોશીબા અને ડેન્સોનું સંયુકત સાહસ છે.

ગુજરાત અને જાપાન સરકાર વચ્ચે મહત્વના કરાર
ગુજરાત અને જાપાન સરકાર વચ્ચે મહત્વના કરાર
ગુજરાત અને જાપાન સરકાર વચ્ચે મહત્વના કરાર
આજે થયેલા MoU અનુસાર AEPPL બીજા તબક્કાના વિતરણમાં 3715 કરોડ રૂપિયાનું રોકાણ કરશે અને 2025 સુધીમાં પ્રતિવર્ષ 30 મિલીયન સેલનું ઉત્પાદન ગુજરાતમાં કરશે. AEPPLના મેનેજિંગ ડીરેકટર યુત ઇસીઝો આયોઆમાએ જણાવ્યું કે, કંપની તેના ફયુચરીસ્ટીક પ્લાનમાં આગામી 2030 સુધીમાં ગુજરાતમાં 6 બેટરી પ્લાન્ટ અને 2 ઇલેકટ્રોડસ પ્લાન્ટ રૂ. 53 હજાર કરોડના રોકાણો સાથે શરૂ કરવા તત્પર છે. આ પ્લાન્ટ શરૂ થતાં 8 થી 10 હજાર સ્થાનિક યુવાઓને રોજગાર મળશે. એટલું જ નહિ, અન્ય આનુષાંગિક ઊદ્યોગો, MSMEને પણ નવું બળ મળશે.આ MoU પર AEPPLના મેનેજીંગ ડિરેકટર યુત ઇસીઝો આયોઆમા અને ગુજરાત સરકાર ઊદ્યોગ અગ્ર સચિવ તથા મુખ્યપ્રધાનના અગ્ર સચિવ એમ. કે. દાસની ઉપસ્થિતીમાં MOU પર હસ્તાક્ષર થયા હતા.

ABOUT THE AUTHOR

...view details