ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત્ત વધારો થઇ રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 675 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 21 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 33318 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી બુધવારે 368 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
રાજ્યમાં 24 કલાકમાં 675 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, અમદાવાદમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 21 હજારને પાર - ગાંધીનગર કોરોનાના કેસ
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત્ત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં 24 કલાકમાં 675 કોરોના કેસ નોંધાયા હતા.જેમાંથી 368 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને 21 મોત લોકોના મોત થયા છે. અમદાવાદના વાત કરવામાં આવે તો અમદાવાદમાં કોરોનાની સંખ્યા 21 હજારને પાર થઇ ગઇ છે.
રાજ્યમાં 24 કલાકમાં 675 કોરોના કેસ નોંધાયા
અત્યાર સુધી 1869 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધુ 21038 કેસ થયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે.