ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત્ત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 735 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 17 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 36858 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી સોમવારે 423 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 735 કેસ નોંધાયા ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 168, સુરત મહાપાલિકા વિસ્તારમાં 201, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 55, સુરત 40, ભાવનગર કોર્પોરેશન 26, બનાસકાંઠા 24, ભરૂચ 18, અમદાવાદ 15, રાજકોટ કોર્પોરેશન 14, ગાંધીનગર 13, વલસાડ 13, મહેસાણા 12, કચ્છ 11, વડોદરા 10, જુનાગઢ કોર્પોરેશન, ખેડા, ભાવનગર 9-9, પંચમહાલ, સાબરકાંઠા, નવસારી 8-8, અમરેલી 7, રાજકોટ 7, જુનાગઢ 6, જામનગર કોર્પોરેશન 5, સુરેન્દ્રનગર 5, દાહોદ 5, ગાંધીનગર કોર્પોરેશન 4, મોરબી 4, તાપી 4, છોટાઉદેપુર 3, અરવલ્લી 2, મહીસાગર 2, બોટાદ 2, ગીર સોમનાથ 2, જામનગર 2 અને આણંદમાં એક કેસ સામે આવ્યો છે. જ્યારે 69 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 1962 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધું 22075 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત શહેર રાજ્યમાં સોમવારે સૌથી ટોપ ઉપર રહ્યું છે, સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 201 કેસ સામે આવ્યા છે .જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 40 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 241 સામે આવી ગયા છે. આગામી સમયમાં કોરોના વાઇરસ સમગ્ર સુરત શહેરને અને ગ્રામ્ય વિસ્તારને ધમરોળશે તેમાં બેમત જોવા મળતો નથી.