ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત્ત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 572 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 25 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 29001 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી બુધવારે 575 દર્દીઓને રજા પણ આપવામાં આવી હતી.
રાજ્યમાં 24 કલાકમાં 572 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, સુરતમાં સતત્ત ચોથા દિવસે 155 કેસ
સમગ્ર રાજ્યમાં કોરોના કેસ સતત્ત વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં 24 કલાકમાં 572 કોરોનાના નવા કેસ નોંધાયા હતા. જો કે, 575 લોકો સ્વસ્થ્ય થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. બુધવારે પણ સુરતમાં સતત્ત ચોથા દિવસે 155 કેસ કોરોનાના નવા નોંધાયા હતા.
રાજ્યમાં 24 કલાકમાં 572 કોરોના કેસ નોંધાયા
જ્યારે 70 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 1736 લોકોના મોત થયા છે. જ્યારે અમદાવાદમાં સૌથી વધુ 19601 કેસ નોંધાયા છે. સુરત સતત્ત ચોથા દિવસે 155ની આસપાસ આંકડો સામે આવ્યો છે.