ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત્ત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 510 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 31 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 25658 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી ગુરુવારે માત્ર 389 દર્દીઓને રજા આપવામાં આવી છે.
રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધુ 510 કોરોના કેસ નોંધાયા, 31 મોત, 389 સ્વસ્થ - ગાંધીનગરમાં કોરોનાની સંખ્યા
સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર સતત્ત વધી રહ્યો છે. ત્યારે રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધુ 510 કોરોના કેસ નોંધાયા હતા. ત્યારે કોરોનાથી 31 લોકોના મોત થયા છે. આ સાથે જ 389 લોકો સ્વસ્થ્ય પણ થયા છે.
રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધુ 510 કોરોના કેસ નોંધાયા
જ્યારે 61 દર્દીઓને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 1592 લોકોના મોત થયા છે. જ્યારે અમદાવાદમાં રાજ્યના સૌથી વધુ 17,946 કેસ સામે આવ્યા છે.