ગુજરાત

gujarat

ETV Bharat / state

રાત્રિ કરફ્યુ: અમદાવાદ, રાજકોટ, સુરત અને બરોડામાં 1000થી વધુ બસ સેવ બંધ - અમદાવાદ રાત્રી કરફ્યુ

કોરોના સંક્રમણને ધ્યાને રાખી રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. આ સાથે જ આ શહેરોમાં 1000 કરતાં પણ વધાર બસોની સેવા બંધ કરવામાં આવી છે.

અમદાવાદ
અમદાવાદ

By

Published : Nov 23, 2020, 10:16 PM IST

  • રાજયના 4 મોટા શહેરોમાં રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ
  • અમદાવાદ, રાજકોટ, સુરત અને બરોડામાં એસ.ટી. બસ સર્વિસ રદ કરાઈ

ગાંધીનગર: દિવાળીના તહેવાર બાદ રાજ્યના મોટા શહેરો જેવા કે અમદાવાદ રાજકોટ સુરત અને બરોડામાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ત્યારે સંક્રમણને નાથવા માટે રાજ્ય સરકાર દ્વારા આ ચાર મોટા શહેરોમાં રાત્રીના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. કરફ્યૂને લઈને આ ચાર શહેરમાં એસટી સેવા પણ સ્થગિત કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

રાત્રીની તમામ બસો રદ

રાજ્ય સરકારના નિર્ણય પ્રમાણે અમદાવાદ રાજકોટ સુરત અને બરોડામાં કોરોના સંક્રમણ જે રીતે વધ્યું છે. તે કોરોનાના સંક્રમણની ચેન તોડવા માટે રાજ્ય સરકાર દ્વારા રાત્રીના 09:00 થી સવારના છ વાગ્યા સુધી કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. કરફ્યૂમાં કોઈપણ જાતના ખેડા ન થાય તેને લઈને રાજ્યના એસટી વિભાગ દ્વારા અમદાવાદ રાજકોટ સુરત અને બરોડામાં રાત્રી દરમિયાન જે બસોનું આયોજન થાય છે તે તમામ બસોની સુવિધા બંધ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આગામી સૂચના ન મળે ત્યાં સુધી આ તમામ બસો રદ કરવામાં આવી છે.

અમદાવાદમાં 450 અને સુરત, રાજકોટ તથા બરોડામાં 200થી વધુ બસો કરાઈ રદ

મહત્વની વાત કરવામાં આવે તો લાંબા અંતર પર રાત્રે જ બસોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં રાત્રી દરમિયાન કુલ ૪૫૦ જેટલા બસોનું અને સુરત રાજકોટ તથા બરોડામાં 200થી વધુ બસોનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ તમામ શહેરોમાં રાત્રે કરફ્યુ હોવાના કારણે એક હજારથી વધુ બસો રદ કરવામાં આવી છે.


એસટી નિગમની થશે કરોડોનું નુકસાન

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં શુક્રવાર રાતના ૯ વાગ્યાથી સોમવાર સવારના છ વાગ્યા સુધી આમ કુલ ૫૮ કલાક સુધી કરફ્યુ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે ૫૮ કલાકમાં અનેક બસોના રૂટ રદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હવે અમદાવાદ રાજકોટ સુરત અને બરોડામાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે ત્યારે પણ એસટી નિગમ દ્વારા રાત્રિના તમામ બસ ઓપરેશન રદ કરવામાં આવ્યા છે. ત્યારે એસટી નિગમને કરફ્યુના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે જવાની શક્યતાઓ પણ સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે એસ.ટી.નિગમ ૬૦થી ૭૦ ટકા જેટલી જ કેપેસિટીમાં બસનું સંચાલન કરે છે, ત્યારે હવે સંપૂર્ણપણે બંધ હોવાના કારણે પણ કરોડોનું નુકસાન થવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

આગામી સુચના ન મળે ત્યાં સુધી એસટીની બસો રદ

ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા પોતાની વેબસાઇટ પર જાહેરાત કરવામાં આવી હતી કે આગામી સૂચના ન મળે ત્યાં સુધી કોરોનાગ્રસ્ત શહેરોમાં રાત્રીના ૯ વાગ્યાથી છ વાગ્યા સુધી બસ સર્વિસ બંધ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ સુરત રાજકોટ અને બરોડાના હાઈવે પર ખાનગી બસ સંચાલકો દ્વારા ઉઘાડી લૂંટો પણ ચલાવવામાં આવી રહી છે. જે ટિકિટના 450 થી500 રૂપિયા સામાન્ય દિવસના હોય છે ત્યારે આ દિવસોમાં ખાનગી બસ સંચાલકો દ્વારા 800 રૂપિયા જેટલો ભાવ એક ટિકિટનો કરી દેવામાં આવ્યો છે. આમ, એસટી બસો બંધ હોવાના કારણે ખાનગી સંચાલકો મુસાફરો પાસેથી ઉઘાડી લૂંટ કરી રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details