ગાંધીનગર: રાજ્યમાં કોરના વાઇરસના કુલ 17217 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 861 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. આજે 25ના મોત સાથે મૃત્યુઆંક 1063 થયો છે.
રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના 400 થી વધુ કેસ, 24 કલાકમાં સૌથી વધુ 423 કેસ નોંધાયા - ગાંધીનગરમાં કોરોના કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 423 કેસ સામે આવ્યા છે તેમજ 25 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ કેસ 17217 અને મૃત્યુઆંક 1063 થયો છે,
સમગ્ર રાજ્ય કોરોના ગ્રસ્ત થઈ ગયું છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 314, સુરત 39, વડોદરામાં 31, ગાંધીનગર 11, મહેસાણા 6, બનાસકાંઠા, રાજકોટ, સાબરકાંઠા 3-3, આણંદ, પોરબંદર 2-2, ભાવનગર, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, પાટણ, વલસાડ અને સુરેન્દ્રનગર 1-1 કેસ સામે આવ્યો છે.
જ્યારે અન્ય રાજ્યમાં 2 કેસ સામે આવ્યાં છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે, જેને લઇને રાજ્યનો કુલ આંકડો 17217 પર પહોંચ્યો છે જેમાં માત્ર અમદાવાદના જ 12210 કેસ થાય છે. જ્યારે 65 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે.