ગાંધીનગરઃ રાજ્યમાં ખાસ કરીને અમદાવાદમાં કોરોના વાઈરસ અટકવાનું નામ લેતો નથી, તંત્ર દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે, પરંતુ નિરર્થક સાબિત થઈ રહ્યા છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પહેલીવાર કોરોનાએ 405 કેસનો આંકડો વટાવ્યો છે.
રાજ્યમાં 24 કલાકમાં 405 કેસ નોંધાયા રાજ્યમાં કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 30 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઈરસના કુલ 14468 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 224 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
રાજ્યમાં 24 કલાકમાં 405 કેસ નોંધાયા સમગ્ર રાજ્ય કોરોનાગ્રસ્ત થઈ ગયું છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 310, વડોદરામાં 18, સુરતમાં 31, સાબરકાંઠા 12, મહીસાગર 7, ગાંધીનગર 4, પંચમહાલ, નર્મદા 3-3, ભાવનગર આણંદ સુરેન્દ્રનગર અમરેલી 2-2, રાજકોટ મહેસાણા, બોટાદ, ખેડા, પાટણ, વલસાડ, નવસારી, પોરબંદર અને અન્ય રાજ્ય 1-1 કેસ સામે આવ્યાં છે.
રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. જેને લઇને રાજ્યનો કુલ આંકડો 14468 પર પહોંચ્યો છે. જેમાં માત્ર અમદાવાદના જ 10590 કેસ થાય છે. જ્યારે 6944 એક્ટિવ કેસ હજુ પણ રાજ્યમાં જોવા મળી રહ્યાં છે.