ગાંધીનગરઃ રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના વાઈરસ અટકવાનું નામ જ નથી લેતો, ત્યાં તંત્ર દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ નિરર્થક સાબિત થઈ રહ્યા છે, રાજ્યમાં આજે કોરોનાના નવા 398 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 30 દર્દીનાં મોત થયા છે.
ગુજરાતમાં કોરોનાઃ બુધવારે વધુ 398 કેસ નોંધાયા, કુલ આંક 12539 પર પહોંચ્યો - કોરોના વાઈરસ ન્યૂઝ
રાજ્યમાં આજે એટલે કે બુધવારે કોરોના વાઈરસના નવાં 398 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ આંક 12539 પર પહોંચ્યો છે, તો બીજી બાજુ આજે 176 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કોરના વાઈરસના કુલ 12539 પોઝિટિવ કેસ નોંધાયા છે. જો કે, આજે રાજ્યમાંથી 176 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. જ્યારે આજે 30 દર્દીઓના કોરોનાને લીધે મોત થાય છે. સમગ્ર રાજ્ય કોરોના ગ્રસ્ત થઈ ગયું છે, ત્યારે રાજ્યમાં આજે અમદાવાદમાં 271, વડોદરામાં 26, સુરતમાં 39, મહીસાગર 15, પાટણ 15, કચ્છ 5, અરવલ્લી 4, ગાંધીનગર, સાબરકાંઠા, નવસારી, સુરેન્દ્રનગર 4-4, બનાસકાંઠા, આણંદ-ખેડા વલસાડમાં 2-2, જામનગર ભરૂચ દાહોદ જુનાગઢમાંં 1-1 અને રાજ્યમાં અન્ય 1 કેસ સામે આવ્યો છે.
રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. જેને લઇને રાજ્યનો કુલ આંકડો 12539 પર પહોંચ્યો છે, જેમાં માત્ર અમદાવાદના જ 9216 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમા સામે આવ્યાં છે. જિલ્લામાં દરરોજ 260થી 270ની વચ્ચે આંકડો જાહેર કરવામાં આવી રહ્યો છે.