ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગર જિલ્લામાં કોરોનાના 30 નવા કેસ, ગાંધીનગર તાલુકામાં સૌથી વધુ 18 કેસ - કોરોનાવાઈરસ ન્યૂઝ

ગાંધીનગર જિલ્લામાં 24 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર તાલુકામાં અત્યાર સુધીના સૌથી વધુ 18 કેસ નોંધાયા છે, જ્યારે દહેગામમાં 1, કલોલમાં 3 અને માણસામાં 2 કેસ સામે આવ્યો છે. જ્યારે ગાંધીનગર શહેર વિસ્તારમાં 6 કેસ સામે આવ્યા છે, જેની સાથે જ એક દિવસમાં આજે 30 કેસ નોંધાયા છે.

coronavirus, Etv Bharat
coronavirsu

By

Published : Jul 20, 2020, 7:37 AM IST

ગાંધીનગરઃ ગાંધીનગર જિલ્લામાં 24 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર તાલુકામાં અત્યાર સુધીના સૌથી વધુ 18 કેસ નોંધાયા છે જ્યારે દહેગામમાં 1, કલોલમાં 3 અને માણસામાં 2 કેસ સામે આવ્યો છે. જ્યારે ગાંધીનગર શહેર વિસ્તારમાં 6 કેસ સામે આવ્યા છે, તેની સાથે જ એક દિવસમાં આજે 30 કેસ નોંધાયા છે.

જ્યારે શહેર વિસ્તારમાં સેક્ટર 29મા ઘરે રહેતાં 57 વર્ષીય પુરુષ, જીઇબી કોલોનીમાં 49 વર્ષીય પુરુષ જે ત્રણ દિવસ પહેલા દિવસ જ તમિલનાડુથી આવ્યા હતા. જ્યારે ઇન્ફોસિટી ટાઉનશીપમાં રહેતા 38 વર્ષીય મહિલા અને 18 વર્ષીય યુવક જીઇબી કોલોનીમાં રહેતો 27 વર્ષીય દાંતના ડૉક્ટર અને સેક્ટર-6 બીમાં રહેતા 68 વર્ષીય વૃદ્ધ પોઝિટિવ આવ્યા છે. આ સાથે ગાંધીનગર શહેરમાં પોઝિટિવ દર્દીઓનો કુલ આંકડો 361 ઉપર પહોંચ્યો છે, જ્યારે 10 લોકોના મોત થયા છે.

ગાંધીનગર તાલુકાના પેથાપુરમાં કોરોનાના 5 કેસ નોંધાયા છે. જેમાં 40 વર્ષીય મહિલા, જ્યારે 44, 22, 21 અને 62 વર્ષીય પુરુષ કોરોના સંક્રમિત થયા છે. જ્યારે વાવોલમાં 5 કેસ આ સામે આવ્યા છે. જેમાં 37, 48, 60, 68 અને 75 વર્ષના પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે અડાલજમાં 42 વર્ષીય પુરુષ, ભાટમાં 41 વર્ષીય પુરુષ, જાખોરામાં 30 વર્ષિય પુરુષ, મોટા ચીલોડામાં 49 વર્ષીય, મહિલા પ્રાતિયામાં 70 વર્ષીય વૃદ્ધ, રાદેસણમાં 40 વર્ષીય પુરુષ, સરગાસણમાં 43 વર્ષીય પુરુષ અને સુઘડમાં 27 વર્ષીય યુવક સંક્રમિત થયો છે.

દહેગામ તાલુકાના કેશાજીના મુવાડા ગામમાં 18 વર્ષના યુવક, માણસા અર્બન વિસ્તારમાં 30 અને 40 વર્ષીય પુરુષ સંક્રમિત થયા છે. જ્યારે કલોલ અર્બન 2માં 70 વર્ષીય વૃદ્ધ, 21 વર્ષીય યુવતી યુવતી અને પલસાણામાં 66 વર્ષીય વૃદ્ધા કોરોના પોઝિટિવ થઇ છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 774 થઇ છે, જ્યારે 41ના મોત થયા છે.

ABOUT THE AUTHOR

...view details