ગુજરાત રાજ્યમાં નવા 1,120 કોરોના કેસ નોંધાયા, કુલ કેસ 78,783 થયા - Corona caes in ahemdabad today
રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસની સંખ્યા 70 હજારને પાર પહોંચી છે. ત્યારે, છેલ્લા 24 કલાકમાં નવા 1,120 કોરોના કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 20 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ 78,783 પોઝિટિવ કેસ નોંધાયા છે. રવિવારના રોજ 959 દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી.
![ગુજરાત રાજ્યમાં નવા 1,120 કોરોના કેસ નોંધાયા, કુલ કેસ 78,783 થયા ગુજરાત રાજ્યમાં નવા 1,120 કોરોના કેસ નોંધાયા, કુલ કેસ 78,783 પર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:33:32:1597586612-gj-gdr-10-gujaratcorona-photo-7205128-16082020193143-1608f-1597586503-799.jpg)
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 149, સુરત મહાપાલિકા વિસ્તારમાં 159, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 99, રાજકોટ કોર્પોરેશનમાં 65, સુરતમાં 69, જામનગર કોર્પોરેશનમાં 52, પંચમહાલમાં 45, રાજકોટમાં 34, કચ્છમાં 31, ભરૂચમાં 30, ભાવનગર કોર્પોરેશનમાં 27, દાહોદમાં 26, અમરેલીમાં 25, મહેસાણામાં 22, જુનાગઢ કોર્પોરેશનમાં 20, બનાસકાંઠામાં 19, ગાંધીનગરમાં 19, દેવભૂમિ દ્વારકામાં 16, ગીર સોમનાથમાં 16, અમદાવાદમાં 15, જુનાગઢમાં 14, નવસારીમાં 14, ખેડામાં 13, મોરબીમાં 13, ભાવનગરમાં 11, ગાંધીનગરમાં કોર્પોરેશનમાં 10, પોરબંદરમાં 10, સાબરકાંઠામાં 10, આણંદમાં 9, મહીસાગરમાં 9, પાટણમાં 9, વડોદરામાં 9, બોટાદમાં 8, નર્મદામાં 8, છોટાઉદેપુરમાં 6, જામનગરમાં 6, વલસાડમાં 6, સુરેન્દ્રનગરમાં 5, અરવલ્લીમાં 3, તાપીમાં 3 અને અન્ય રાજ્યના 6 કેસ સામે આવ્યા છે.