ગાંધીનગર:ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 13 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. સત્ર પહેલા ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના ધારાસભ્યોની વિધાનસભા ગૃહની કામગીરી બાબતે મહત્વની બેઠક મળી હતી. બેઠકમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ પક્ષ બેરોજગારી, ઝવેરી કમિશન, ગુજરાતનો શિક્ષણ ભ્રષ્ટાચાર અને જમીનોમાં થયેલા કૌભાંડ બાબતે સરકાર સામે લડત આપશે.
Monsoon Session Of Gujarat Assembly: ચોમાસું સત્ર હંગામેદાર રહેવાના સંકેતો, જાણો શું રહેશે કોંગ્રેસની રણનીતિ? - congress will raise issues of unemployment
આગામી વિધાનસભાના સત્રને લઈને ગુજરાત કોંગ્રેસે રણનીતિ ઘડી છે. વિધાનસભાનું ચોમાસુ સત્ર 13 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસ ગૃહમાં બેરોજગારી, ઝવેરી કમિશન, શિક્ષણ અને ભ્રષ્ટાચાર મામલે સરકારને ઘેરશે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર ગંભીર આરોપ લગાડતા જણાવ્યું હતું કે રાજ્યમાં થતા કરોડોના ભ્રષ્ટાચારમાં સરકારની સંડોવણી છે.
Published : Sep 13, 2023, 6:36 AM IST
કોંગ્રેસની રણનીતિ: કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક બાબતે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભા ગૃહમાં જાગૃત વિરોધ પક્ષ તરીકે પ્રશ્ન ઉઠાવશે. ગુજરાતમાં ડબલ એન્જિન સરકારમાં લોકો પરેશાન હોવાનો આક્ષેપ પણ અમે ચાવડાએ કર્યો હતો અને ચાર દિવસની વિધાનસભા સત્રની રણનીતિ બાબતે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં યુવાનો રોજગારી ઝંખી રહ્યા છે અને ફિક્સ પગારને લઈને પણ આંદોલન પણ થઈ રહ્યા છે. આ ઉપરાંત વાવાઝોડામાં ખેડૂતોને પૂરતી સહાય મળી નથી અને ગુજરાતમાં ડ્રગ્સ માત્ર લેન્ડિંગ નહીં પરંતુ હવે એક્સપોર્ટ પણ થાય છે. જેમાં સરકારની મિલીભગત હોવાની વાત સાથેનો આક્ષેપ અમિત ચાવડાએ કર્યો હતો. આ તમામ મુદ્દા ઉપર વિધાનસભા ગૃહમાં સરકાર પર આકરા પ્રહારો પણ કરવામાં આવશે.
ઝવેરી કમિશનના રિપોર્ટ મામલે કોંગ્રેસ આકરા પાણીએ: અમિત ચાવડા વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં થતા ભ્રષ્ટાચારમાં સરકારની સંડોવણી છે. આ ઉપરાંત એક વર્ષથી 52 ટકા અનામત ધરાવતા ઓબીસી સમાજ સંદર્ભે ઝવેરી પંચનો રિપોર્ટ પણ સરકારને આપ્યો છે પરંતુ રિપોર્ટ પ્રમાણે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ હજુ સુધી અનામત અપાઈ ન હોવાનો આક્ષેપ પણ અમિત ચાવડાએ કર્યો હતો. કોંગ્રેસ એક ટીમ તરીકે આ તમામ મુદ્દાઓને વિધાનસભા ગૃહમાં રાખશે અને સરકારને આ તમામ મુદ્દા ઉપર ઘેરવાનો પ્રયત્ન કરશે.