ગાંધીનગર:કેન્દ્રીય હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સમયમાં ભારે વરસાદની સંભાવના (very heavy rain forecast in Gujarat)વ્યક્ત કરી છે. તા. 7 થી 10 જુલાઇ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ (Monsoon Gujarat 2022 )દર્શાવી છે, ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્ય સરકારના અને જિલ્લાઓના તંત્રએ જે રાહત બચાવ અને પ્રિપેડનેસ સંબંધી આગોતરા પગલાં લીધા છે તેની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી.
કેટલો વરસાદ નોંધાયો - આ સમીક્ષા બેઠકમાં રાજ્યમાં પાછલા 24 કલાક દરમિયાન( Gujarat monsoon)થયેલા વ્યાપક વરસાદની છણાવટ કરવામાં આવી હતી, તદ અનુસાર, રાહત કમિશનરે વિગતો આપતાં કહ્યું કે, ગત 24 કલાક દરમિયાન રાજ્યમાં ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા તાલુકામાં 168 મી.મી અને કોડીનાર તાલુકામાં 159 મી.મી વરસાદ નોઘાયેલ છે. દેવભુમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 153 મી.મી, જૂનાગઢના માંગરોળ તાલુકામાં 119 મી.મી અને મહિસાગરના કડાણા તાલુકામાં 145 મી.મી વરસાદ જેટલો ભારે વરસાદ નોંઘાયો છે.
આ પણ વાંચોઃગુજરાત સરકાર IT પોલિસીમાં આગામી 5 વર્ષનું માળખુ રજૂ કરશે: જીતું વાઘાણી
શું છે હવામાન વિભાગની આગાહી -હવામાન વિભાગની આગાહી( Gujarat Weather forecast)મુજબ વઘુમાં 07 જુલાઇ થી 10 જુલાઇ સુઘી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભુમી દ્વારકા, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર વગેરે જિલ્લાઓમાં થયેલ ભારે વરસાદ સંબંધે ડીઝાસ્ટર પ્રિપેડનેશ અંગે મુખ્યપ્રધાને સમીક્ષા કરીને આગામી સમયમાં રાહત બચાવ કામગીરી માટે NDRF અને SDRFની ટીમ સંબંધિત જિલ્લાઓમાં ડીપ્લોય કરવા માટે જરૂરી સુચનાઓ આપી હતી.