ગુજરાત

gujarat

ETV Bharat / state

જનતા વિધાનસભા જોવા આવે કે ના આવે પણ વાંદરાઓએ આકસ્મિક મુલાકાત લીધી ! - GANDHINAGAR

ગાંધીનગર: સામાન્ય વ્યક્તિઓને વિધાનસભામાં પ્રવેશ મેળવવા માટે પાસ કઢાવવો પડે છે. પણ આજે એવું બન્યું કે પાસ વગર જ VVIP બાલ્કનીમાંથી વાંદરાઓ વિધાનસભામાં પ્રવેશ્યા હતાં.

ગુજરાત વિધાનસભા જોવા માટે વાંદરાઓ પહોંચ્યાં!

By

Published : Jul 19, 2019, 9:50 PM IST

વિધાનસભામાં સામાન્ય માણસ સામાન્ય વ્યક્તિ વિધાનસભાની મુલાકાત લે ત્યારે તેઓને પાસ કઢાવવો પડે છે અને પોલીસ ચેકિંગમાંથી પણ પસાર થવું પડે છે. પણ આજે તો વગર પોલીસ ચેકિંગ અને વગર પાસથી વિધાનસભામાં વાંદરાઓ એન્ટ્રી કરી હતી. જેને લઇને વિધાનસભા સંકુલમાં ચર્ચા થઈ હતી. આજે વિધાનસભાનો સત્ર પૂર્ણ થયું અને તમામ ધારાસભ્યો વિધાનસભામાંથી નીકળી ગયા બાદ વિધાનસભામાં ખુલ્લી બાલ્કની મૂકવામાં આવી છે, ત્યાંથી વાંદરાઓએ પ્રવેશ મેળવ્યો હતો. આમ, વાંદરાઓના પ્રવેશ થયા બાદ લોક મુખે એવી પણ ચર્ચાઓ સાંભળવા મળી હતી કે વિધાનસભા ગૃહ જોવા માટે આજે વાંદરાઓ પણ વિધાનસભામાં આવી પહોંચ્યાં છે.

ઉલ્લેખનીય છે કે વિધાનસભાના કામકાજ બાદ વાંદરાઓ વિધાનસભામાં બાલ્કની મારફતે પ્રવેશ્યા હતાં. પરંતુ, જો વિધાનસભાનું સત્ર કાર્યરત હોત તો વિધાનસભાની અંદર દોડધામ મચી જાય તેવું પણ શક્ય બનેત.

ABOUT THE AUTHOR

...view details